દોસ્તો આજે હું તમને જણાવીશ કે ઝાડુ મારવાનો સમય તમારા ઘરમાં નક્કી કરો તો નિશ્ચિતરૂપે તમારા ઘરમાં માતા લક્ષ્મી વાસ કરશે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં દોસ્તો દરેક વસ્તુ કરવાનો એક સમય નિર્ધારિત હોય છે અને થોડોક સમય કેટલીક વસ્તુઓ કરવા માટે ખૂબ શુભ રહેલો હોય છે આ સમયે આપને કરેલા કાર્યોની દસ ગણી સફળતા પ્રાપ્ત થતી હોય છે સાથે ઘરમાં સકારાત્મક પ્રભાવ પણ વધે છે
દોસ્તો સાફ-સફાઈ કરવી સારી વાત છે પણ વાસ્તુશાસ્ત્રમાં સફાઈ કરવાનો સમય નિશ્ચિત હોય છે જેમ સફાઇ કરવાનો સમય નિશ્ચિત છે તેવીજ રીતે સફાઈ નહિ કરવાનો પણ સમય નિશ્ચિત છે
ઘરમાં સફાઈ કરવા માટે દિવસના ચાર પહર શુભ માનવામાં આવે છે એવી જ રીતે રાતના ચાર પહરમાં સફાઈ કરવી જોઈએ નહીં રાત્રે ઘરમાં જાડુ લગાવવાથી ઘરમાં દરિદ્રતા આવતી હોય છે અને ધનની દેવી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જતા હોય છે
સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવું જોઈએ નહીં સવારમાં સૂર્યોદય પછી ઝાડુ લગાવવું વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પછી દેવતાઓ પુથ્વી ઉપર ફરવા માટે નીકળતા હોય છે ખાસ કરીને ધનની દેવી માતા લક્ષ્મી નીકળતા હોય છે
જ્યારે તમે ઘરની બહાર કોઈ શુભ કાર્યની શરૂઆત માટે નીકળતા હોય ત્યારે જો કોઈ વ્યક્તિ કે સ્ત્રી ઝાડુ લગાવતી હોય અને તમારી નજરે પડે તો તમે દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો
ઘરમાં સવારમાં સૂર્યોદય પછી ઝાડુ લગાવવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર ઉપર વરસવા માંડશે માતા લક્ષ્મીની કૃપા વરસવાથી તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ મજબૂત થઈ જશે