હાલના જમાનામાં જીન્સ પેન્ટ પહેરવું એક સામાન્ય વાત થઇ ગઈ છે. છોકરાઓથી લઈને છોકરીઓ તેમના રોજિંદા જીવનમાં જીન્સ પહેરતી હોય છે. આજ સુધી જીન્સ ફેશન ગઈ નથી અને આગળ ક્યારેય પણ જશે. આ એક એવો ડ્રેસ છે કે તે દરેક પ્રસંગમાં સેટ થઇ જતો હોય છે. જીન્સને કોઈ પણ પ્રકારના કપડાં સાથે મેચ કરીને પહેરી શકાય છે.
તે કારણે આજે લોકો મોટા લેવલે પણ જીન્સ પહેરી રહ્યા છે. તેને આપણે દુનિયામાં સૌથી વધુ પહેરવાવાળા કપડાં પણ કહી શકીયે છીએ. તમે જાણતા હોવ તો એક સમય એવો હતો કે જયારે કંપનીમાં કામ કરવાવાળા મજુર જ જીન્સ પહેરતા પરંતુ હાલમાં જીન્સ દરેકની પહેલી પસંદ બની ગઈ છે.
જીન્સ પેન્ટ જોઈને દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થતો હોય છે કે મોટા ખીચાની અંદર નાનું ખીચું કેમ હોય છે. મોટાભાગે આવો સવાલ દરેકના મનમાં ઉભો થતો હોય છે. આજે અમે તમને જીન્સમાં રહેલા નાના ખિસ્સા વિશે જણાવીશું.
જીન્સની શોધ ખીણમાં કામ કરતા મજૂરો માટે કરવામાં આવી હતી. તે સમયે પોકેટ ઘડિયાળનો જમાનો હતો. ત્યારે મજૂરો તે પોકેટ ઘડિયાળને નાના ખિસ્સામાં રાખતા હતા જેનાથી તેને કઈ નુખસાન ન થાય. પછી તો આ નાનું ખિસ્સું જીન્સનો એક ખાસ ભાગ બની ગયો.
જીન્સ પેન્ટ બનાવનારી કંપની લેવી સ્ટ્રોસ જેને અત્યારે આપણે લિવાઇસ ના નામથી ઓરખીયે છીએ. તેની બ્રાન્ડેડ કંપનીમાં ઘણના થાય છે. તે કમ્પનીએ સૌથી પહેલા નાનું ખિસ્સું બનાવ્યું હતું. તે સમયે તે નાના ખિસ્સાને ઘડિયાળ ખિસ્સું કહેવાતું હતું. અત્યારે તેને લોકો કોઈન, ટિકિટ અને ચાવી રાખવાના ખિસ્સા તરીકે ઓરખે છે.