દરેક વ્યક્તિને જીવન જીવવા માટે પૈસાની ખૂબ જ જરૂર હોય છે ઘણા લોકો જીવનમાં પ્રગતિ કરવા માટે ખૂબ મજુરી કરતા હોય છે પણ તેમના ઘરે નવી નવી મુશ્કેલીઓ આવતી હોવાથી તેમના ઘરે પૈસા લાંબા સમય સુધી રહેતા નથી આજે હું તમને એક એવો ઉપાય બતાવી જે કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે
વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ તેમજ ધન-સંપત્તિમા વધારો કરવો હોય તો તુલસીનો છોડ ઘરમાં વાવો ખૂબ જરૂરી છે તુલસી ને માતા સ્વરૂપે પૂજવામાં આવે છે તેમજ તુલસી નું મહત્વ પ્રાચીનકાળથી ચાલતું આવ્યું છે આયુર્વેદના કહેવા મુજબ તુલસી ખૂબ ફાયદાકારક છે તેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસી નો છોડથી ઘરમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે તેમજ ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે તુલસીના છોડને વાસ્તુશાસ્ત્ર ના નીતિ નિયમ મુજબ લગાવવામાં આવે તો તેનો લાભ આપણા પરિવાર ને મળે છે
હિન્દુ ધર્મમાં તુલસી ને એક વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે હિન્દુ ધર્મના મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ વાવેલો હોય છે તે દરેકના ઘરમાં સવારમાં ઊઠીને તુલસી માતા ની પૂજા કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર માં બતાવવામાં આવેલાં નીતિ નિયમો મુજબ તુલસીની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે અને તે તેમની કૃપા તમારા ઘર ઉપર વરસાવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીના છોડને યોગ્ય જગ્યા અને યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે
તુલસીના છોડને ઘરની બાલ્કનીમાં ઉત્તર દિશામાં ત્રણ છોડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે તેમજ તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ મજબૂત બને છે તુલસીના છોડને રોજ સવારે પૂજા કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે