ચોમાસુ પત્યા પછી શિયાળો બેસવાની તૈયારી હોય ત્યારે મચ્છરોનું પ્રમાણ વધતું હોય છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોમાં પણ વધારો થાય છે. તેવામાં સૌ કોઈ મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાનો ઉપાય શોધતા હોઈએ છીએ. મોટાભાગે લોકો બજારમાં મળી રહેતા ઇન્સેક્ટ પ્રોડક્ટ ઉપયોગ કરતા હોય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તેમાં કેમિકલનું પ્રમાણ વધુ હોય છે જેથી તે શરીર માટે નુખસાનકારક સાબિત થઇ શકે છે.
તો આવા મચ્છરોને આયુર્વેદિક ઉપાય દ્વારા પણ દૂર કરી શકાય છે. હાલના સમયમાં મચ્છરનો ઉપદ્રવ ખુબ વધ્યો છે. તેના માટે આપણે આપણા ઘર અને ઘરના સભ્યો સુરક્ષિત રાખવા માટે નાના મોટા ઉપાય કરતા હોઈએ છીએ. તો જાણો મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટેનો આયુર્વેદિક ઉપાય.
તેના માટે સૌથી પહેલા નાગરમાંથ ૨૦ ગ્રામ, ભીલામાં ૨૦ ગ્રામ, કૌચા(કવચ) ૨૦ ગ્રામ, દેશી ગોળ ૨૦ ગ્રામ ચૂલાની રાખ ૨૦ ગ્રામ અને સરસવનું તેલ પણ ૨૦ ગ્રામ લેવાનું. દરેક વસ્તુ ૨૦ ગ્રામની માત્રામાં લેવાની છે. આ દરેક વસ્તુ ને કાચું પાકું ખાંડી લેવાનું પછી તેની અંદર સરસવનું તેલ નાખીને તેને સરખું મિક્સ કરી લેવાનું. આ બધી વસ્તુઓ નજીકના આયુર્વેદિક સ્ટ્રોર પર આસાનીથી મળી રહે છે.
તેના ઉપયોગ માટે એક વાટકો લઇ લેવાનો તેમાં છાના નાખીને તેને સરગવાના બરાબર સરગી જાય પછી તેમાં જે ચૂર્ણ બનાવ્યું હોય તેને નાખવાનું. પછી તમે તમારા ઘરના દરેક ખૂણામાં લઇ જઈને તેને ધુમાડો નીકળે ત્યાં સુધી રાખો. આની સ્મેલથી જ મચ્છર તમારા ઘરમાં નહીં આવે અને આવો પ્રયોગ બે ચાર દિવસે કરતા રહેવાનું. આયુર્વેદ ઉપાયોમાં બહુ શક્તિ હોય છે તેવું માનવામાં પણ આવે છે.