ગરોળી ને દેખાવું એ કોઈ મોટી વાત નથી પણ તેની સાથે ઘણા સબંધ જોડાયેલા છે જેમ કે શકન કે અપશકન. શાસ્ત્ર અનુસાર ગરોળી ના પણ તેવા કેટલાક સંકેતો દર્શાવેલા છે. જેમ કે સવારે તમે ઉઠો ત્યારે તમને ગરોળી નજરે પડે અથવા તમે ઘરમાંથી બહાર જતા હોય અથવા આવતા હોય ત્યારે ઓચિંતી ગરોળી તમારા પર પડે તો આવનાર ભવિષ્યના સંકેત મળે છે. તો જાણો કેવી રીતે ગરોળી ને ક્યારે શકુન કે અપશકુન તરીકે જોવામાં આવે છે.
જોગાનુજોગ કોઈ વ્યક્તિ ગરોળીને સબંધ બનાવતા જોવે છે તો તેને કોઈ ખાસ જૂના મિત્ર સાથે મુલાકાત થાય છે. ભોજન કરતા સમયે ગરોળી દેખાય તો શુભ માનવામાં આવે છે. બે ગરોળી ઝગડતી જોવા મળે છે તો પ્રિય વ્યક્તિ જોડે અણબનાવ બની શકે છે. જો નવા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરી રહ્યા હોય અને ગરોળી દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે અને નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે.
અચાનક ગરોળી ડાબા ખભા પર પડે છે તો આર્થિક નુકશાન ન સંકેત માનવામાં આવે છે. જમણા ખભા પર પડે છે તો તમને સમાજમાં માન મોભો મળે છે અને વૃદ્ધિ થાય છે. ઘરની દીવાલ કે છત પર લટકતી ગરોળી તમારી છાતી પર પડે છે તો તમને સ્વાદિષ્ટ અને મનપસંદ ભોજન પ્રાપ્ત થાય છે અને પેટ પર પડે તો સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગરોળી ગુંટણને અડીને પાછી જતી રહે છે તો તમને ટૂંક સમયમાં સુખ પ્રાપ્ત થશે.
જો ગરોળી તમારા ખભા પરથી ડાબા હાથથી નીચે ઉતરે છે તો તમારું આવનારું ભવિષ્ય ઊજળું છે અને ધન લાભ થવાની શક્યતાઓ ભુ વિશાળ છે. કોઈ સ્ત્રીના જમણા હાથ પર ગરોળી પડે છે તો તે ખૂબ ભાગ્યવાન છે. તેમને ટૂંક સમયમાં ધન પ્રાપ્તિ થઈ શકે છે. આવી રીતે ગરોળી સાથે ઘણી એવી બાબતો જોડાયેલી છે તેવું શાસ્ત્રોમાં માનવામાં આવે છે.