જે લોકોને દરરોજ એસીડીટી રહેતી હોય અને પેટ અને છાતીમાં દરરોજ બળતરા થતી હોય અને ખાસ કરીને બપોરના ભોજન કર્યા પછી એસીડીટીની સમસ્યા વધારે થતી હોય છે. અમુક લોકોને એસિડિટીની ગોળી લેવાની આદત પડી જતી હોય છે.
ગોળી લેવાથી થોડાક સમય માટે એસીડીટી મટી જતી હોય છે. પરંતુ ગોળીએ કાયમી ઇલાજ નથી. કાયમી ઈલાજ માટે કોઈક દેશી કે ઘરેલુ ઉપચાર કરવો જોઈએ જેથી એસીડીટી જળ મૂળ માંથી મટી જતી હોય છે.
જો એસીડીટી કે પેટમાં બળતરા થાય ત્યારે તમારે બપોરના ભોજન માં આપણે જે છાશ લઈએ છીએ એમાં તુલસીના ૬ થી ૭ નાના નાના ટુકડા કરી છાશમાં નાખી દેવાના અને જમ્યા પછી અડધો ગ્લાસ કે આખો ગ્લાસ છાશમાં તુલસીના પાન નાખી આ છાશ પી જવી.
જો તમને વધારે પ્રમાણમાં એસીડીટી રહેતી હોય કે દરરોજ એસીડીટી રહેતી હોય જેના કારણે તમારે વારંવાર ગોળી ગળવી પડતી હોય છે તેના માટે તમે આ એક દેશી ઉપચાર કરશો તો એસીડીટી જળ મૂળ માંથી દૂર થઈ જશે.
એના માટે તમારે આમળાનું ચુરણ લાવવાનું છે. આ આમળાના ચુરણ ને પાણી સાથે અડધી ચમચી સવારે અને અડધી ચમચી રાત્રે લેવુ અને આ ચૂરણ જમ્યાની ૪૫ મિનિટ પછી આ ચૂરણ લેવાનું છે. જે લોકોને કાયમી એસીડીટી રહેતી હોય છે એ લોકોને આ ચુરણ ખુબ જ ફાયદાકારક હોય છે.
જો તમારે એસિડિટીને જડમૂળમાંથી દૂર કરવી હોય તો તમારે ખોરાક લેતી વખતે ધ્યાન રાખવું જોઈએ વધારે મસાલાવાળું ખાવાનું ઓછું કરી દેવાનું અને જમ્યા પછી પુણા કલાક કે કલાક પછી પાણી પીવુ જોઈએ. જો તમે આટલું કરશો તો પણ એસિડિટી દૂર થઈ જાય છે.