જો તમે પણ બીજાની આ વસ્તુઓ ઉપયોગ હોય તો બંધ કરી દેજો નહીંતર અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

Astrology

આપણા વડીલો કહેતા હોય છે કે બીજા ની વસ્તુ નો ઉપયોગ ન કરવો જોઈએ. આવી વસ્તુઓ નો તો ક્યારે પણ નહી જેમકે કોઈકની પેન, રૂમાલ, ઘડિયાળ, કાસકો, કપડા અને પલંગ. વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવામાં આવેલું છે કે બીજા ની વસ્તુ વાપરવી એ આપણા માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે.

આ બધી વસ્તુ જો આપણે બીજાની વાપરતા હોઈએ છીએ તો આ વસ્તુ દ્વારા બીજાની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા આપણા માં પણ આવતી હોય છે. જેમ કે રૂમાલ, પલંગ અને કાસકો એ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં બીમારી લઈ જવાનું સીધુ કારણ બનતી હોય છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈક બીજા ના પલંગ ઉપર ઊંઘવું એ વાસ્તુદોષ માનવામાં આવે છે. બીજી વ્યક્તિ નો રૂમાલ લઈ ને વાપરવો એ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવું કરવાથી એકબીજાના સબંધો બગડતા હોય છે.

બીજા ના કપડા પહેરવાથી તમને અનેક પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે. એટલે બીજા કપડા પહેરવા ન જોઈએ. ઘડિયાળ પણ માણસ ઉપર સારો અને ખરાબ પ્રભાવ પાડતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *