માત્ર ૮૦ રૂપિયા ની બાબતે યુવાનની હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ,

Uncategorized

જૂનાગઢ જીલ્લા જેલ પાછળ સૌરાષ્ટ્રભૂમી પ્રેસ પાસે અજાણ્યા પુરૂષ ની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હથિયાર કે પથ્થરથી જમણા કાન ઉપર તથા જમણી બાજૂ માથામાં ઘા મારી જીવલેણ ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ.જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીન્દર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા ખુનમાં સંડોવાયેલ આરોપીની ઓળખ મેળવી તેને વહેલી તકે પકડી પાડવા સુચના કરવામાં આવ્યું હતું . જે સુચના અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ , જુનાગઢ ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.જૂનાગઢ જીલ્લા જેલ પાછળ સૌરાષ્ટ્રભૂમી પ્રેસ પાસે આરોપી તથા મરણ જનાર થોડા દિવસથી જૂનાગઢ રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે ભંગાર વિણતા હોય અને આરોપીએ મરણ જનારને બનાવના બે દિવસ પહેલા રૂ .૮૦ / – ઉછીના આપેલ હતા.


જે પૈસા મરણ જનાર પાસે આરોપીએ બનાવની રાત્રે માંગતા મરણ જનારે આપવાની ના પાડતા બંને વચ્ચે ઝગડો થતા આરોપીએ મરણ જનારના માથા ઉપર પથ્થરના ઘા મારી મોત નિપજાવેલ હતું. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ દરમ્યાન પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી તથા પીએસઆઈ ડી.જી.બડવા તથા પો.હે.કો. વિક્રમભાઇ ચાવડા તથા પો.કો. સાહીલ સમા , દિપકભાઇ બડવા નાઓને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ હકિકત મળેલ કે , હત્યાનો આરપી સંતોષ બુટીયા નામનો દેવી પુજક ઇસમ છે જે ધંધૂકા તાલુકાનો છે.

અને તેણે જ આ હત્યાને અંજામ આપેલ છે અને હત્યા કર્યા બાદ તે ચોટીલા , લીમડી તરફ નાશી ગયેલ જે હકિકત મળતા તાત્કાલીક દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ અને પો.હે.કો. વિક્રમભાઇ ચાવડા , જયદિપભાઇ કનેરીયા તથા પો.કો. દિવ્યેશભાઇ ડાભી , દિપકભાઇ બડવા દ્વારા પોકેટ કોપ એપ્લીકેસનમાં ઉપરોકત હકિકત વાળા ઇસમ અંગે સર્ચ કરતા મજકુર ઇસમનું પુરૂ નામ સંતોષ ઊર્ફે અશ્વિનભાઇ બુટીયા , દેવી પુજક રહે . બાજરડા ગામ , દેવી પુજક મહોલ્લા મઢની બાજુમાં , તા . ધંધૂકા જી.અમદાવાદ ગ્રામ્ય વાળો હોવાનું પ્રાથમીક રીતે જણાઇ આવતા.

આ કામે પીએસઆઈ ડી.જી.બડવા સ્ટાફના વિક્રમભાઇ ચાવડા , સાહીલભાઇ સમા , ડ્રા.પો.કો. વરજાંગભાઇ બોરીચા નાઓની એક ટીમ બનાવી આરોપી ઇસમને શોધી કાઢવા માટે ચોટીલા , લીમડી તરફ રવાના કરવામાં આવેલ હતી અને આ ટીમ દ્વારા ચોટીલા તથા વિમડી વિસ્તારમાં ખાનગીરાહે મજકૂર ઇસમની તપાસ કરતા મજકુર ઇસમ લીમડી પહેલા પાણીની નહેર નજીકથી મો.સા. રજી.નં. જીજે – ૧૧ – સીસી -૮૮૩૪ સાથે મળી પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચ , જૂનાગઢ ખાતે લાવી તેની પ્રાથમીક પુછપરછ કરતા કોઇ હકિકત જણાવતો ન હોય અને પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટા ઢોંગ કરતો હોય , જેથી તેની યુક્તિ પ્રયુક્તિથી અને પોલીસની ભાષામાં કડક રીતે પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને આ હત્યાને પોતે જ અંજામ આપ્યું હતું.


માત્ર ગણતરીની કલાકોમાં આરોપી ને શોધવામાં ડીવાયએસપી પી.જી.જાડેજા ક્રાઇમબ્રાન્ચ ના
પીઆઈ એચ.આઇ.ભાટી ,પીએસઆઈ ડી.જી.બડવા તથા ” એ ” ડીવી પીઆઈ એમ.એમ.વાઢેરતથા એ.એસ.આઇ. વી.એન.બડવા તથા પો.હેડ.કોન્સ . વિક્રમભાઇ ચાવડા , યશપાલસિંહ જાડેજા , જયદિપભાઇ કનેરીયા , શબ્બીરખાન બેલીમ તથા પો.કોન્સ . સાહિલભાઇ સમા , દિપકભાઇ બડવા , દેવશીભાઇ નંદાણીયા , ભરતભાઇ સોનારા , ભરતભાઇ ઓડેદરા , ડાયાભાઇ કરમટા , કરશનભાઇ કરમટા , મયુરભાઇ કોડીયાતર , દિવ્યેશભાઇ ડાભી , તથા ડ્રા.પો.કો. વરજાંગભાઇ બોરીચા , જગદિશભાઇ ભાટ્ , મુકેશભાઇ કોડીયાતર , વનરાજ ચાવડા વિગેરે તથા ” એ ‘ ડીવી.પો.સ્ટાફના તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના પો.કો. જીવાભાઇ ગાંગણા , ચેતનભાઇ સોલંકી વિગેરે પો.સ્ટાફ નાઓએ સાથે રહી આ કામગીરી કરેલ છે ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *