નવી એરલાઈન માટે ૭૦ પ્લેન ખરીદવાની તૈયારીમાં અબજપતિ ઝુનઝુનવાલા

Latest News

ભારતીય અબજોપતિ અને જાણીતા સ્ટોક ટ્રેડર રાકેશ ઝુનઝુનવાલા ટૂંક સમય માં નવી એરલાઈન કંપની માટે પોતાના ૭૦ પ્લેન ખરીદવાનો પ્લાન કરી રહ્યા છે. બ્લૂમબર્ગ ની એક માહિતી પ્રમાણે ઝુનઝુનવાલા આવતા ૪ વર્ષો માં આ ૭૦ પ્લેન ખરીદશે . તે ઈચ્છે છે કે ભારત માં વધુમાં વધુ લોકો એર ટ્રાવેલ નો ઉપયોગ કરે.
જોકે ઝુનઝુનવાલાને અત્યાર સુધીમાં ઈન્ડિયન એવિએશન મિનિસ્ટ્રી તરફથી NOC મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને આવતા 15 કે 20 દિવસોમાં મંત્રાલય તરફથી એનઓસી મળી શકે છે. આ વાતની જાણકારી તેમણે પોતે બ્લૂમબર્ગને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આપી છે.
રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની આ એરલાઇન કંપનીને લઇ આગળ જાણકારી આપતા કહ્યું કે આ એક બજેટલક્ષી એરલાઇન રહેશે, જેમાં સામાન્ય લોકો પણ સરળતાથી સફર કરી શકશે. તેનું નામ અકાસા એયર(Akasa Air) અન ધ ટીમ રહેશે. તેમણે જણાવ્યું કે તેઓ એવા પ્લેન ખરીદવાનું વિચારી રહ્યા છે જેમાં 180 મુસાફરો લઇ જવાની ક્ષમતા હોય.
ઝુનઝુનવાલાને બિઝનેસ અને માર્કેટનો મહારથી કહેવામાં આવે છે. માટે જો તે ઈન્ડિયન એવિએશન ફીલ્ડમાં ઝંપલાવે છે તો તેમાં તેમણે જરૂર કોઇ મોટી તક દેખાઇ રહી હશે. ભારતમાં કરોડો લોકો એવા છે જે એયર ટ્રાવેલ એટલા માટે નથી કરી શકતા કારણ કે તેની કિંમત વધારે હોય છે. પણ તેની વચ્ચે જો ઝુનઝુનવાલાએ લોકોને રિઝનેબલ એટલે કે બજેટલક્ષી ભાવે વિમાન મુસાફરી કરાવી તો આખા એવિએશન માર્કેટને બદલીને રાખી શકે છે. જેનો સીધો ફાયદો એરલાઇન કંપનીને જ થશે.
ભારત ભલે એયરલાઇન કંપનીઓ માટે એક મોટી જનસંખ્યા છે, પણ પાછલા અમુક વર્ષોમાં જોવામાં આવ્યું કે કંપનીઓએ ખોટમાં જવાને લીધે પોતાના હાથ ઊંચા કરી લીધા. પહેલા કિંગફિશર એયરલાઇન અને પછી એયર ઈન્ડિયામાં આવી જ સ્થિતિ જોવામાં આવી. ત્યાર પછી હવે કોરોના મહામારીમાં એવિએશન સેક્ટર ખાસ્સો માર પડ્યો છે. જેને રિકવર થવામાં વધારે સમય લાગી શકે છે. જોકે રાકેશ ઝુનઝુનવાલાનું કહેવું છે કે તેમની પાસે દુનિયાના સૌથી સારા એયરલાઇનના લોકો રહેશે. જે તેમના પાર્ટનર તરીકે તેમની સાથે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *