મોટાભાગના લોકો તેમના ભવિષ્ય વિશે વિચારતાં રહેતા હોય છે કે આવનારો સમય સારું રહેશે કે ખરાબ. એ વાતને જાણવા માટે ઘણા લોકો જ્યોતિષશાસ્ત્ર માં વિશ્વાસ રાખતા હોય છે. શાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોના આધારે ભવિષ્યની સંભાવનાઓ કરવામાં આવતી હોય છે. મોટાભાગે લોકો જ્યોતિષશાસ્ત્રમાં ખુબ આસ્થા રાખતા હોય છે અને તેમના ભવિષ્ય જાણવા માટે તેઓ જ્યોતિષશાસ્ત્ર જોડે જાય છે. શાસ્ત્રીજી તેમની કુંડલી જોઈને તેમના જીવનમાં શુભ અને અશુભ ઘટનાઓ વિશે જણાવતા હોય છે. સામાન્ય માણસ તેમના જીવન વિશે એવા પ્રશ્નો કરે છે કે જેનો જવાબ જ્યોતિષ દ્વારા આપવામાં આવતો હોય છે. જીવન સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોને જ્યોતિષને પૂછવામાં આવતા હોય છે તો જાણો શાસ્ત્રીજીને પૂછવામાં આવતા એવા કેટલાક પ્રશ્નો.
પહેલો પ્રશ્ન: કરિયર સાથે જોડાયેલા પ્રશ્નો સૌથી વધુ પૂછવામાં આવતા હોય છે.
બીજો પ્રશ્ન: પૈસાદાર બનવા નું સપનું ક્યારે પૂરું થશે.
ત્રીજો પ્રશ્ન: જમીન-જાયદાદ અને સુખી જીવન જીવનના પ્રશ્નો જેવા કે મોટું ઘર, ગાડી, ખૂબ સંપત્તિ વગેરે.
ચોથો પ્રશ્ન: જીવનસાથી કેવો મળશે. લગ્નજીવન કેટલું દૂર સુધી ચાલશે. પ્રેમી સાથે લગ્ન થશે કે નહીં.
પાંચમો પ્રશ્ન: સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી મળશે.
છઠ્ઠો પ્રશ્ન: લગ્ન કઈ ઉંમરમાં થશે અને જેની જોડે થશે કેવું મળશે.
સાતમો પ્રશ્ન: વિદેશમાં જવાના યોગ છે કે નહીં જેમકે ત્યાં જઈને નોકરી, ધંધો કે રહેવાનું સુખ મળશે કે નહીં.
આઠમો પ્રશ્ન: સ્વાસ્થ્ય કેવું રહેશે અને પરિવારના સભ્યો જોડે કેવું તાલમેલ રહેશે.
નવમો પ્રશ્ન: સંતાનસુખ કુંડળીમાં કેટલા બાળકોનો યોગ છે અને તે બાળકોનું ભવિષ્ય કેવું રહેશે.
દસમો પ્રશ્ન: ધંધા વિશે કે ધંધામાં મોટા પાયે સફળતા મળશે કે નહીં.
અગિયારમો પ્રશ્ન: રાજકીય અને સામાજિક ક્ષેત્રે કેવો પ્રભાવ રહેશે. મતલબ કે સમાજમાં માન મોંભો મળસે કે નહી.
મોટાભાગે દરેક લોકો જ્યોતિષ જોડે જાય ત્યારે ઉપર આપેલા માંથી મોટા ભાગના પ્રશ્નો તો કરતા જ હોય છે અને દરેક સવાલો તેમના જીવન સાથે જોડાયેલા હોય છે.