એક કબૂતરની કિંમત સાંભરી ને લોકો તેને જાણવા જોવા માટે ઉત્સાહિત થઇ ગયા. પણ દેખાવ માં તો સામાન્ય કબૂતર જેવું જ દેખાય છે. આ કબૂતર ને લોકો નસીબદાર પણ માનવા લાગ્યા. આ કબુતરની કિંમત છે ૧૬ લાખ યુરો એટલે કે લગભગ ૧૪ કરોડ રૂપિયા. કિંમત જોઈને તમને એમ થતું હશે કે એવું તો આ કબૂતર માં શું હશે.
પહેલા તો તમને આ કબૂતર નું નામ જણાવી દઉં કે તેનું નામ કિમ છે અને તે માદા રેસિંગ કબૂતર છે.તેની ઉંમર ૨ વર્ષ ની આસપાસ છે. પીપા ઓક્શન હાઉસ નામની કંપની બેલ્જિયમ માં તેની હરાજી યોજી હતી. તેમાં ૪૪૫ કબૂતર રાખવામાં આવ્યા હતા. તેની હરાજી ઓનલાઇન રાખવામાં આવી હતી તેની બોલી આખી દુનિયા માંથી બોલવા લાગી હતી.
તેની શરૂઆત માં ૨૦૦ યુરો કિંમત રાખવામાં આવી હતી. જોત જોતામાં ૧૬ લાખ યુરો એ પહોંચી ગઈ હતી. મતલબ કે ભારતીય નાણાં પ્રમાણે જોવા જઈએ તો તેની કિંમત ૧૪ કરોડ રૂપિયા થાય. બેલ્જિયમ ના લોકો કબૂતર ના બહુ જ શોખીન હોય છે તેમાં પણ રેસિંગ કબૂતર મહત્વ વધુ જોવા મરે છે.
ઓક્સન હાઉસ ના કહેવા પ્રમાણે કિમ એવી પ્રજાતિ છે તેની પ્રજનન ક્ષમતા વધુ છે બીજાની સરખામણીએ. તેનાથી તેના જ જેવી ખૂબી વારા બીજા કબૂતર પેદા કરી શકાય. આના પહેલા મોંઘા કબૂતર માં અરમાંન્ડો નું નામ હતું. તે નર પ્રજાતિ છે. તેને ચીન ના એક કલેકટરે ૧૧ કરોડ માં ખરીદ્યુ હતું. કિમે તેનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ખરીદવા પાછળ નું કારણ એ હતું કે તે વ્યક્તિ આ કબૂતર ની જોડી બનાવવા માંગતો હતો. કબૂતર નું આયુષ ૧૫ વર્ષની આસપાસ હોય છે તે ઉડવામાં બહુ તેજ હોય છે. તમે ઘોડા ની રેસ જોયી હશે તેમ કબૂતર ની પણ રેસ હોય છે અને તેમાં પણ સટ્ટા રમતા હોય છે.