કાચબો એ સૌથી લાંબુ આયુષ્ય ધરાવતું પ્રાણી છે. કાચબો આ શાંત અને ધીમી ગતિ થી ચાલતું પ્રાણી છે. દરેક લોકોના જીવનમાં કાચબાને શુભ માનવામાં આવે છે. તેથી લોકો ઘર માં કાચબો રાખવાનું પસંદ કરતા હોય છે કારણકે કાચબાને ઘર માં રાખવાથી આર્થિક પરિસ્થિતિ સારી થાય છે. અને ઘરના લોકોને નકારાત્મક વિચારો થી દૂર રાખે છે અને ઘરમાં કાચબો રાખવાથી લોકો સકારાત્મક રહે છે.ઘરમાં બધાનું સ્વાથ્ય પણ સારું રહે છે. કાચબો એ ઘરના વાસ્તુ દોસ ને દૂર કરે છે.
જો તમે કાચબાને ઘરમાં રાખશો તો સફરતા અને ધન પ્રાપ્તિ માં વધારો થશે. અને તમે કાચબાને ઘરમાં મુકવા માટે ઉત્તર દિશા ને સારામાં સારી ગણવામાં આવે છે. ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે. કાચબો કોઈપણ ધાતુ, કાચ, માટી, લાકડા, આ માંથી કોઈપણ વસ્તું માંથી બનેલો કાચબો ઘરમાં રાખી શકાય છે.
જો તમે કાચબાને ઘરમાં રાખતા હોય તો તમારે એક વાતનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ કે કાચબાને કયારે પણ પાણી વગર રાખવો ન જોઈએ હમેશા કાચબાને પાણી માં જ રાખવો જોઈએ. કારણકે જેમ જેમ કાચબો પાણી પીસે તેમ તેમ ઘરની સફરતા માં વધારો થશે એટલે કાચવાને તમારે રોજ પાણી પીવડાવવું જોઈએ. કાચબાને કયારે પણ રસોડામાં કે બેડરૂમમાં ના રાખજો જોઈએ. કાચબાને તમારા ઘરનું મંદિર હોય તે રૂમમાં કે પછી બેઠક રૂમમાં રાખવો જોઈએ. અને કાચબાનું મોઢું ઘરના દરવાજાની બાર ન રાખવું જોઈએ તેના મોઢા ને હમેશા અંદર રાખવું જોઈએ.
ઘરમાં ક્રિસ્ટલનો કાચબો કેમ રાખવો જોઈએ. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય ખુબ મહેનત કરવાથી પણ કઈ ફર્ક પડતો નથી અને દિવસે ને દિવસે નુકસાન વધતું જાય છે તો આ માટે ઘામાં ક્રિસ્ટલનો કાચબો ઘરમાં રાખવાથી તેના અનેક ફાયદા થતા હોય છે. ક્રિસ્ટલના કાચબાને શુભ માનવામાં આવે છે. કાચબો જેટલું વધારે પાણી પીવે એટલા ઘરના ખરાબ વાતાવરણને તે દૂર કરે છે. ઓફિસમાં કાચબાને ઉત્તર અને પૂર્વ દિશામાં તેનું મોઢું અંદરની સાઇડે રહે તે રીતે રાખવો જોઈએ. ધાતુના કાચબા ને ઘરમાં રાખવાથી ઘરની મુશીબત દૂર થાય છે કારણકે આ કાચબામાં પોઝિટિવતા ને વધારવાની તાકાત હોય છે. ઘરમાં અથવા ઓફિસે ધાતુ ના કાચબાને રાખવાથી સફરતા સારી મળે છે.