જૂના સરકારી દવાખાને નજીવી બાબતમાં થયેલ બોલાચાલી હોસ્પિટલ સુધી પહોંચી
કડી ના જૂના સરકારી દવાખાને નજીવી બાબતમાં બે પરીવાર વચ્ચે બોલાચાલી બાદ ધોકાવાલી થતાં બન્ને પક્ષોએ સામસામે મારામારી ની ફરીયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોધાવતા સ્થાનિક પોલીસ દોડતી થયી ગયી છે.
બન્ને પક્ષોએ સામ સામે બીભત્સ ગાળો બોલી એક બીજા ઉપર ધોકા વડે હુમલો કર્યો હોવાની કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.પોલીસે બંને પક્ષોની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા તળાવ પાસે રહેતા ઝરીનાબેન ઘાંચી એ ચાર ઈસમો સામે તબેલા આગળ ઊંચા અવાજે બીભત્સ ગાળો બોલતા ઇસમને અટકાવતા તેનું ઉપરાણું લઈને આવેલા ચાર શકશો વિરૂદ્ધ બીભત્સ ગાળો બોલી માર મારવાની ફરીયાદ નોંધાવી છે તો સામે પક્ષે આશાબેન ઠાકોર દ્વારા પણ ચાર ઈસમો વિરૂદ્ધ બીભત્સ ગાળો બોલી માર માર્યો હોવાની ફરીયાદ આપતા કડી પોલીસે બંને પક્ષોની ફરીયાદ ના આધારે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.