કડી મેડીકલ એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ તરીકે ક્રિષ્ના હોસ્પિટલ ના ડો.મહેન્દ્રભાઈ પટેલ ની વરણી કરવામાં આવી
કડીમાં મેડીકલ એસોસિયેશન ના નવા પ્રમુખ ની વરણી નો કાર્યક્રમ હાઈવે ઉપર આવેલ સી.એન.આર્ટસ કોલેજ ના શ્રી શંકરલાલ દેસાઈ ઓડીટોરીયમમાં યોજાઇ ગયો. આ કાર્યક્રમની શરૂઆતમાં કોરોના સમયકાળમાં એસોસિયેશનના મૃત્યુ પામેલ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ કડીમાં છેલ્લા ૨૦ વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપતા સેફાલી સર્કલ પાસે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ના ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ ની તમામ ડૉક્ટરની હાજરીમાં વર્ષ 2022 ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તેમના પ્રમુખ સ્થાને નવી ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં સેક્રેટરી તરીકે ડો. અર્પિત પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડો.પ્રકાશ પટેલ, જોઇન્ટ સેક્રેટરી ડો. પ્રિતેશ પટેલ અને ટ્રેઝરર તરીકે ડો.કિર્તીભાઈ પટેલ ને નિયુકત કરવામાં આવ્યા હતા. નવા પ્રમુખ તરીકે હોદ્દા સંભાળતા જ ડોક્ટર મહેન્દ્ર પટેલે ડોક્ટર એસોસિયેશનનું સંગઠન વધુ મજબૂત બને તથા સેવાભાવ સાથે મેડિકલ વ્યવસાય સમાજ નો પૂરક બને તેનું આહવાન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ કડીમાં છેલ્લા ૪૦ વર્ષ થી વધુ સમયથી મેડીકલ પ્રેક્ટિસ કરી રહેલા તમામ સિનિયર ડોક્ટર્સનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું તદ ઉપરાંત મેડીકલ એસોસિયેશન ના સભ્યો ના ડોક્ટર સંતાનો કે જો મેડિકલમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા મેડિકલની કોઇ ડિગ્રી પ્રાપ્ત કરી છે તેમનો પરિચય અને તેઓની વિગત આપી તેમને બિરદાવવામાં આવ્યા હતા.
કડી મેડીકલ એસોસિયેશન ના આ કાર્યક્રમમાં કડીના તમામ ડોક્ટર પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ના અંતમાં સેક્રેટરી ડો. અર્ષિત પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને આ કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.