કંગના રણૌત નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયું, જાણો કોના પર આરોપ મુક્યો

Uncategorized

બોલિવૂડ ની અભિનેત્રી હંમેશા વિવાદ માં રહેતી કંગના રણૌત લાંબા સમય પછી ફરી ચર્ચા માં આવી છે. તેનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયા પછી ઇન્સ્ટાગ્રામ માં પર પોતાની પોસ્ટ મૂકનારી કંગના એ કહ્યું કે તેની ઇન્સ્ટા એકાઉન્ટ હેક થઇ ગયું છે. કંગના એ આરોપ લગાવ્યો છે કે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની તાલિબાન ની પોસ્ટ પછી ચીન થી હેક કરવામાં આવ્યું છે. આ એક આંતરરાષ્ટીય ષડયંત્ર હોવાનું કંગનાએ કહ્યું છે. જો કે તાલિબાન વિશે કંગનાએ શું પોસ્ટ કર્યું હતું એ હજુ સુધી જાણવા મળ્યું નથી.


કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ મુકી છે, જેમાં લખ્યું છે કે ગઇ કાલે રાત્રે મને ઇન્સ્ટાગ્રામ પર એલર્ટ આવ્યું કે કોઇએ ચીનથી મારું એકાઉન્ટ હેક કરવાની કોશિશ કરી છે. એ એલર્ટ અચાનક ચાલ્યું ગયુ અને તે પછી બુધવારે સવારે તાલિબાન વિશેની મારી બધી સ્ટોરીઝ ગાયબ થઇ ગઇ હતી.

મારું એકાઉન્ટ પણ બંધ થઇ ગયું હતું. ઇન્સ્ટાગ્રામના લોકો સાથે ફોન પર વાત કરી ત્યારે મારું એકાઉન્ટ ફરી ચાલું થયું. પરંતું હું જેવું કઇ પણ લખવા જાઉં છું તો વારંવાર લોગ આઉટ થઇ જાય છે. આ હેકની મારી સ્ટોરી લખવા માટે મારે મારી બહેનનો ફોન ઉપયોગ કરવો પડયો હતો, કારણ કે તેના ફોનમાં પણ મારું એકાઉન્ટ ઓપન રહેતું હોય છે. કંગનાએ આને મોટું આંતરારાષ્ટ્રીય ષડયંત્ર હોવાનું કહ્યું છે.


તમને બધાને ખબર છે કે કંગના રનૌતનું ટવિટર એકાઉન્ટ માર્ચ મહિનામાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું જે હજુ સુધી ખુલ્યું નથી. એ પછી કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકવાનું શરૂ કર્યું હતું. ટવિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા પછી કંગનાએ કહ્યું હતું કે હવે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ સસ્પેન્ડ થાય તેની રાહ જોઉં છું. જો આવું થશે તો એ મારા માટે બેજ ઓફ ઓનર હશે.
કંગના રનૌત ટુંક સમયમાં તમિલનાડુના મુખ્યમંત્રી સ્વ. જયલલિતાની લાઇફ પર બનેલી ફિલ્મ થલાઇવીમાં નજરે પડવાની છે. ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં હતી, પણ કોરોનાની બીજી લહેરને કારણે રિલીઝ અટકી ગઇ હતી. એ સિવાય કંગના ઇંદિરા ગાંધીનું કિરદાર નિભાવતી પણ નજરે પડવાની છે. હજુ બે દિવસ પહેલાં જ કંગના ધાકડ ફિલ્મનુ બુડાપેસ્ટમાંથી શૂટીંગ પુરી કરીને મુંબઇ આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *