કંઈ પણ થઈ જાય તોપણ ઘરમાં મંદિરની આજુબાજુ માં આ વસ્તુઓ ન રાખવી જોઈએ

Astrology

જે ઘરમાં આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તે મંદિરના સ્થાનને આપણે ખૂબ જ પવિત્ર માંનીએ છીએ. અને આ સ્થાન ખૂબ જ સકારાત્મક અને શાંતિનું સ્થાન ગણાય છે.વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના લોકો માટે મંદિર એ ખુબજ ફાયદાકારક હોય છે. જેના કારણે ઘરમાં હંમેશા ખુશીનુ વાતાવરણ રહેતુ હોય છે. દરેક ઘરમાં પૂજા ઘર હોવું જોઈએ. પૂજા કરવા બેસવાથી મગજને શાંતિ મળે છે. અને ઘરમાંથી વાસ્તુદોષ પણ દૂર થાય છે.

આપણા શાસ્ત્રો અનુસાર મંદિરમા ત્રિશૂળ જરૂરથી રાખવું જોઈએ કારણ કે તે આપણને નકારાત્મક શક્તિ વાસ્તુ અને રોગોથી દૂર રાખે છે. ચરણ પાદુકાઓ પણ તમારા મંદિરમા રાખવી જોઈએ. આ ચરણ પાદુકાઓ મંદિરમાં રાખવાથી તમારી બધી ઈચ્છાઓ પુરી થતી હોય છે.મંદિર નો કલર હંમેશા મંદિરમાં બિરાજમાન દેવી-દેવતાઓને અનુસાર હોવો જોઈએ. આપણે બધા પૂજા કરતી સમયે ભગવાનને ફૂલ ચઢાવતા હોઈએ છીએ પરંતુ તે ફૂલને ચડાવ્યા પછી પાણી મા વિસર્જન કરવાનું ભૂલી જતા હોઇએ છીએ જો તમે ફુલને વિસર્જન ના કરો તો તે તમારા જીવનમાં પરેશાની આવવાની ચાલુ થઈ જાય છે.

ઘણા લોકો ઘરમાં શંખ રાખવાનું પસંદ કરતા હોય છે. કહેવાય છે કે શંખ રાખવાથી ઘરની ગરીબી દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં એકથી વધારે શંખ રાખવા ન જોઇએ. ઘણા લોકો તેમના મંદિરમાં પૂર્વજની ફોટો ને લગાવી દેતા હોય છે. આવું કરવાથી આપણા જીવનમાં વાસ્તુ દોષ આવી જતો હોય છે અને આપણા દેવી-દેવતાઓ નારાજ થતાં હોય છે. મંદિરને હંમેશા સાફ રાખવું જોઈએ. મંદિરને હંમેશા પવિત્ર રાખવું જોઈએ.

મંદિરમાં સાવરણી, તુટેલો કાચ કે તૂટેલી મૂર્તિ આ બધું રાખવુ ન જોઈએ જો રાખશો તો તમારા જીવનમાં વાસ્તુદોષ આવશે. અને તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ પણ આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *