આપના હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરેલો છે કે શિવ ભગવાન કૈલાશ પર્વત પર આજે પણ નિવાસ કરે છે. આપણા ધર્મના દેવી-દેવતા ઓ એક એવી શક્તિઓ હતી કે જે અલગ અલગ જગ્યા ઉપર રહેતી હતી ઘણી શક્તિઆ તો આજે પણ આપણી વચ્ચેે હાજર રહેલી છે. પરંતુ તે કોઈને દેખાતી નથી ધરતી પર આજે પણ એક એવી જગ્યા છે આપણે જે વાત કરી રહ્યા છે એ કૈલાસ પર્વત ની.
કહેવાય છે કે કૈલાસ પર્વત પર જાણે શિવ ભગવાન રહેતા હોય એવો અહેસાસ થાય છે. આ જન્મમાં ભલે ભગવાન શિવના દર્શન થાય કે ન થાય પરંતુ જ્યાં તે રહેતા હતા તે જગ્યા ના દર્શન મનુષ્ય ઈચ્છે તો થઈ શકે છે. બધી જ અનોખી શક્તિઓ નો જન્મ કૈલાશ પર્વત પર થી થયો છે. એવું પણ કહેવાય છે કે આ પર્વત હિમાલયના ખોળામાં આવેલો છે.
આ પર્વતનો આકાર શિવલિંગ જેવો છે જેથી તેની સુંદરતામાં ખૂબ વધારો કરે છે. આ પર્વત ખુબજ મહત્વનો છે એ વાત થી જ સાબિત થઈ જાય છે કે આજ સુધી કોઈ પણ માણસ આ પર્વત પર ચડી શક્યો નથી અને જે માણસ આ પર્વત પર ચડવાની કોશિશ કરે છે તે માણસ જીવિત બચતો નથી. બરફથી ઢંકાયેલો આ પર્વત પર જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે આ પર્વત સોનાની જેમ ચમકી ઊઠે છે.
આ પર્વતની એક બાજુ ઉત્તર ધ્રુવ આવેલું છે અને બીજી બાજુ દક્ષિણ ધ્રુવ આવેલો છે. આ બંનેની વચ્ચે કૈલાશ પર્વત આવેલો છે. આ પર્વતને હિંદુ ધર્મ માટે નહીં પરંતુ બીજા અન્ય ધર્મો માટે પણ પવિત્ર માનવામાં આવે છે.
કૈલાસ પર્વત પર જે લોકો ચડે છે તે લોકોને અમુક ઊંચાઈ પછી એવા સંકેતો મળતા હોય છે કે જાણે આ પર્વત આપણને નીચે ઉતરવાનો સંકેત આપતો હોય અચાનક ઠંડી વધી જાય છે અને અચાનક વાતાવરણ પણ બદલાય જાય છે જે લોકો આ ચેતવનીને સમજી શકતા નથી તે લોકો જીવિત પાછા આવી શકતા નથી.