આમ જોવા માં આવેતો હિન્દૂ ધર્મ માં શ્રવણ મહિના ને ખુબ મહત્વ આપવામાં આવે છે તેમાં પણ શ્રવણ માસ માં આવતા વ્રત કરવાથી ખુબ પુણ્ય મળે છે શ્રવણ માસ આવતી કામિકા એકા દશી નું વ્રત કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે તેવું આપણા પવિત્ર ગ્રંથ માં કહેવામાં આવ્યું છે કામિકા એકા દશીનું વ્રત પવિત્ર ગણવામાં આવે છે આ વ્રત માં ભગવાન શ્રી વિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે જો તમે કોઈ કારણ સર આ વ્રત ન રાખી શકતા હોય તો ભગવાન વિષ્ણુ ની પૂજા પણ કરી શકો છો કામિકા એકા દશીની પૂજા કઈ રીતે કરવી તે આજે હું તમને બતાવીશ.
શ્રવણ મહિનામાં આવતા કૃષ્ણ પક્ષ ની એકા દશીને કામિકા એકા દશી કહે છે આ એકા દશી માં ભગવાન વિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે જેથી ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે એકા દશીમાં ની પૂજા પીળા રંગ ના ફૂલો થી કરવી જોઈએ આ એકા દશી માં જો તમે શુદ્ધ ઘી દીવો ભગવાન વિષ્ણુ આગળ કરશો તો તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઇ જશે જો તમે બધા વિધિ વિધાન થી ભગવાન વિષ્ણુ ની પૂજા કરશો તો તમને ખુબ પૂર્ણ મળશે.
તો મિત્રો કામિકા એકા દશી માં વિષ્ણુ ભગવાનાં ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ એકા દશી માં એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ પવિત્ર નદી કે કુંડ માં તમે સ્નાન કરવું જોઈએ જેના થી તમારા પૂર્ણ માં ખુબ વધારો થાય છે તેમની પૂજા કર્યા પછી જો કથા સભરવામાં આવે કે બોલવામાં આવે તો ખુબ શુભ માનવામાં આવે છે આ વ્રત નું ખુબ ધાર્મિક મહત્વ હોય છે.
એકા દશી વ્રત કરવાના કેટલાક નિયમો હોય છે તે જણવા અને તે નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે આ વ્રત ચાલુ થાય ત્યારથી તમારે માંસ અને દારૂ ચોખા વગેરે ના ખાવા જોઈએ એકા દશી ના આગળ ના દિવસથી ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને જોતમને ભૂખ લાગે તો તમે ફળ જ્યુસ સલાડ વગેરે ખાઈ શકો છો એકા દશીના દિવસે સવારે ઉઠી ને સ્નાન કરીને ભગવાન વિષ્ણુના મંદિર અથવા ઘરે પણ પૂજા કરી શકો છો પૂજા તમે દૂધ અને કેસર થી ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને તમારી જોડે તે વસ્તુ ના હોય તો તમે પવિત્ર ગંગા જળથી પણ અભિષેક કરી શકો છો અને શુદ્ધ ઘી કે તેલ નો દીવો પ્રગટાવી તમે પૂજા કરી શકો છો એકા દશી માં ભગવાને પીળા રંગ કપડાં ફૂલ ફળ વગેરે અર્પણ કરવા જોઈએ તુલસી માતા ના પત્તાં નો પણ પૂજા દરમિયાન ઉપયોગ કરી શકો છો.