આપણા દેશમાં મંદિરોની વિવિધતા માટે પુરા વિશ્વમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે તે મંદિરમાં ચમત્કારો જોવા મળશે. આવા ચમત્કારોથી વિજ્ઞાન પણ હેરાન છે. તો મિત્રો જાણો તેવા એક વિશેષ ચમત્કાર વાળા મંદિર વિશે.
કામાખ્યા દેવીના મંદિરને તાંત્રિકો અને અગોરીઓનો ગઢ માનવામાં આવે છે. આ મંદિર ખુબ જ વિશેષ ચમત્કારિક મંદિર છે. બધા શક્તિ પીઠોમાં આ મંદિરને મહાપીઠ માનવામાં આવે છે. આ મંદિરમાં દુર્ગા માં કે અંબે મા ની કોઈ મૂર્તિ કે ફોટો જોવા મળતો નથી. આ મંદિરની અંદર એક કુંડ બનેલો છે જે હંમેશા ફૂલોથી ઢંકાયેલો હોય છે.
કામાખ્ય મંદિરમાં આવેલા કુંડમાંથી હંમેશા પાણી નીકળે છે. તે મંદિરમાં માતાના યોની ભાગની ની પૂજા કરવામાં આવે છે. ધર્મ પુરાણો અનુસાર એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નામ કામાખ્યા એટલા માટે પડ્યું કારણકે આ જગ્યા પર ભગવાન શિવના માતા સતિપતિ નો મોહભંગ કરવા માટે ભગવાન વિષ્ણુએ તેમના ચક્રથી સતીના 51 ભાગ કર્યા હતા. જ્યાં જ્યાં આ ભાગ પડ્યા હતા ત્યાં માતા શક્તિપીઠ બન્યુ અને આ જગ્યાએ માતાની યોની પડી હતી માટે આ જગ્યા ખૂબ જ શક્તિશાળી છે.
કામાખ્ય દેવી ની પૂજા ભગવાન શિવની નવવધુ રૂપમાં કરવામાં આવે છે. જે ભક્તોની દરેક ઈચ્છાઓ ને પરિપૂર્ણ કરે છે. જે કોઈપણ ભક્ત આ મંદિરના પટાંગણમાં જે ઈચ્છા લઈને આવે છે તેની ઈચ્છાઓ પૂરી થતી હોય છે. ત્યાંના તાંત્રિકો તેમની શક્તિઓનું ઉપયોગ કરી શકે છે અને તેઓ તેના માટે સક્ષમ છે.
ઘણા બધા લોકો લગ્ન, બાળકો, આરોગ્ય માટે કામાખ્યા દેવિ ના મંદિરે તીર્થયાત્રા પર જાય છે. આ મંદિર ત્રણ ભાગમાં બનેલું છે તેમાં પહેલો ભાગ સૌથી મોટો છે તેમાં દરેક લોકો નથી પ્રવેશી શકતા. બીજા ભાગની અંદર માતાના દર્શન થાય છે. તે પથ્થરમાંથી હંમેશા પાણી નીકળે છે. એવું માનવામાં આવે છે કે મહિનાના ત્રણ દિવસ માતા રજસ્વરા થાય છે માટે મંદિર તે ત્રણ દિવસ બંધ રહે છે.
આ જગ્યાને તંત્ર સાધના માટે ખૂબ મહત્વની જગ્યા માનવામાં આવે છે. ત્યાં ખૂબ મોટી માત્રામાં કાળા જાદુ થતા હોય છે. કોઈ વ્યક્તિ કાળા જાદુથી પરેશાન હોય તો તેનો ઈલાજ પણ કરવામાં આવે છે.