” The Kapil Sharma ” શોની ફરી થઇ શરૂઆત, કેટલાક જુના ચેહેરા થયા ગાયબ

Bollywood

ટી.વી ની દુનિયા ના નામચીન શો અને સૌથી પ્રખ્યાત અને ચર્ચિત ” The Kapil Sharma ” શોએ લોકો ના દિલ જીતી લીધા છે. આ શો લોકોને હસાવવા સાથે TRP ની રેસ માં પણ આગળ રહેતો હતો. ” The Kapil Sharma ” શો ને વચ્ચે બંધ કરી દેવા માં આવ્યો હતો. જો કે આ શોની ફરી થી શૂટિંગ શરૂ થઇ ગઈ છે. આ વખતે આ શોમાં બે અલગ- અલગ ચહેરા જોવા મળશે.
” The Kapil Sharma ” શોની શૂટિંગ સાથે જોડાયેલી કેટલીક તસ્વીર સોશ્યિલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.

જેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થી પોસ્ટ શેર કરી હતી. ” The Kapil Sharma ” ની તસ્વીરોમાં તેની સાથે કૃષ્ણા, ચંદન પ્રભાકર, કિકુ શારદા પણ નજરે પડી રહ્યા છે. આ શોમાં બાકી કલાકારો સાથે કોમેડિયન સુદેશ લહરી પણ નજર પડી રહ્યા છે. જે પહેલા કૉમેડી સર્કસ માં કામ કરતા હતો. પરંતુ આ પહેલી વખતે હશે જયારે સુદેશ લહેરી કપિલ સાથે તેના શોમાં કામ કરશે. જોકે આ બાબતે અધિકારીક રીતે કશુંજ કહેવામાં આવ્યું નથી.


આ સિવાય ” The Kapil Sharma ” તસવીરમાં શોનો હિસ્સો રહી ચૂકેલી સુમોના ચક્રવર્તી પણ નજરે પડી રહી છે. ધ કપિલ શર્મા શોની આ તસવીર શેર કરતા કપિલ શર્માએ લખ્યું કે બધા જૂના ચહેરાઓ સાથે નવી શરૂઆત. ધ કપિલ શર્મા શો. કપિલ શર્મા શોને લઈને હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે આ વખતે કાર્યક્રમનો પહેલો એપિસોડ 21 ઓગસ્ટે રીલિઝ થશે. તેની વિરુદ્ધ આ શોને લઈને એમ પણ કહેવામાં આવ્યું હતું કે સેલેરી સાથે જોડાયેલા મુદ્દાઓના કારણે ઓન એર કરવામાં મોડું થઈ રહ્યું છે.


કપિલ શર્મા ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ એક પુત્રનો પિતા બન્યો હતો અને પરિવાર સાથે સમય વિતાવવા માટે તેને પોતાના કોમેડી શોમાં થી બ્રેક લીધો હતો. એ દરમિયાન ધ કપિલ શર્મા થોડા મહિના બંધ કરી દેવા માં આવ્યો હતો. હવે જોવાનું એજ રહ્યું કે ધ કપિલ શર્મા શોના એપિસોડ ની શરૂઆત ક્યારે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *