હિન્દૂ ધર્મમાં પૂજા ના સમયે કપૂરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કપૂર સરગવાથી ખાલી ધાર્મિક ફયાયદા જ થાય છે તેવું નહિ પરંતુ ધાર્મિક અને આયુર્વેદિક ફાયદા પણ થાય છે. દરરોજ કપૂર સરગાવવાથી હવામાં રહેલા આસપાસના બેક્ટેરિયાનો નાશ થાય છે જેનાથી તે આપણા સંપર્કમાં આવતા નથી. સ્વાસ્થ્ય સબંધી ઘણી સમસ્યાઓ માટે પણ ઘણીવાર કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે.
કપૂરના ઉપયોગના કારણે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો કરી શકાય છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશાલીનો વાસ થાય છે. તમારા ઘરમાં પૈસાને લઈને કોઈ તંગી છે અથવા તો તમારા ઘરનું વાતાવરણ ખરાબ બનેલું રહે છે તો કપૂરને લગતા આસાન ઉપાય કરીને આ સમશ્યા માંથી મુક્ત થઇ શકો છો અને તમારું જીવન સુખમય બનાવી શકો છો.
દરેક લોકોની શીખવાની અને સમજવાની શક્તિ એક જેવી નથી હોતી. ઘણીવાર લોકો કહેતા હોય છે કે આટલી મહેનત કરવા છતાં પરિણામ નથી મળતું. તે એવું વિચારે છે કે મારી બુદ્ધિમાં કોઈ ખોટ છે તેવું વિચારીને તે હિમ્મત હારી જાય છે. ભગવાને સૌને બુદ્ધિ આપી છે. પરંતુ તેને કેવી રીતે બહાર કાઢવી તે જરૂરી છે. તે કામ આપણે આપણી મહેનતના આધારે કરી શકીયે છીએ.
તે સિવાય જ્યોતિષ શાસ્ત્રનો ઉપાય પણ આપણને મદદ કરી શકે છે. એવી માન્યતા છે કે બુધવારના દિવસે જો તમે કપૂર, લીલા રંગનું કપડું અને કાંસાનું વાસણ દાન કરો છો તો તેનાથી તમારી બુદ્ધિમાં વધારો થાય છે. તેનાથી તમારું મગજ પહેલા કરતા તેજ બને છે અને સારું કામ કરે છે.