પુત્ર જહાંગીર ના નામ મચેલા હોબાળા પર કરીનાએ તોડ્યો મૌન, બોલી તે માસુમ

Latest News

સૈફ અલી ખાને આ વર્ષ ના ફેબ્રુઆરી મહિનામાં પોતાના બીજા પુત્રનું સ્વાગત કર્યું હતું. જ્યારથી આ સેલિબ્રિટી કપલે પોતાના દીકરાના જન્મ થી જાહેરાત કરી હતી કે તેમના પુત્ર ના નામ ની ચર્ચા શરૂઆત થઇ ગઈ. પહેલા પુત્ર તૈમુર ના નામ પર હોબાળો મચ્યા બાદ એકટ્રેસ ના બીજા પુત્ર જેહ નું નામ પણ ટ્રોલ્સ ના નિશાના પર છે. લગભગ એક મહિના પહિલા કરીના કપૂર અને સૈફ અલી ખાન પોતાના બીજા પુત્રના જેહ નામ ની જાહેરાત કરી હતી, પરંતુ એકટ્રેસ ની પ્રેગેન્સી બુક કરીના કપૂર ખાન કી પ્રેગેન્સી બાયબીલમાં તેના પુત્ર નું અલગ જ નામ સામે આવ્યું છે.


બોલિવુડ હંગામાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કરીનાના પુસ્તકમાં તેના બીજા પુત્રનું નામ જહાંગીર અલી ખાન છે. જેવી જ લોકોને જાણકારી મળી એક્ટ્રેસે પોતાના પુત્રનું નામ જહાંગીર રાખ્યું છે સોશિયલ મીડિયા પર તેના પુત્ર અને પરિવારને ટ્રોલ કરવામાં આવવા લાગ્યો. અત્યાર સુધી એક્ટ્રેસે તેના પર મૌન સાધી રાખ્યું હતું પરંતુ હવે પહેલી વખતે પોતાના બીજા પુત્રના નામ પર મચેલા હોબાળા પર વાત કરી છે. કરીના કપૂર ખાને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા પુત્ર જહાંગીરના નામ પર ફેલાયેલી નેગેટિવિટી પર પ્રતિક્રિયા આપી છે.


કરીના કહે છે કે હું એક ખૂબ જ પોઝિટિવ વ્યક્તિ છું. હું ખૂબ ખુશ છું. કોરોના જેવા કઠિન સમયમાં હું લોકોમાં ખુશી અને પોઝિટિવિટી ફેલાવવા માગુ છું. હું કોઈ પણ રીતેના ટ્રોલ કે નેગેટિવિટી બાબતે વિચારી નહીં શકું. હવે મારી પાસે મેડિટેશન સિવાય કોઈ બીજો રસ્તો નથી. તે પણ એટલા માટે કેમ કે મને દીવાલ વિરુદ્ધ ધકેલવામાં આવી રહી છે, પરંતુ હું અત્યારે પણ સારી છું. હું મેડિટેશન કરતી રહીશ. દરેક સિક્કાની બે બાજુ હોય છે તો એ બરોબર છે. જો પોઝિટિવિટી છે તો નેગેટિવિટી પણ હશે.


તેણે કહ્યું કે મારે તેને એવી રીતે જ જોવું પડશે. કાશ એમ ન હોત કેમ કે જેમની આપણે વાત કરી રહ્યા છીએ તે માસૂમ બાળકો છે. જેમને તેની બાબતે કંઈ ખબર નથી પરંતુ અમે ખુશ અને સકારાત્મક રહેનારા છીએ. કરીના જેણે હાલમાં જ પોતાની પ્રેગ્નેન્સી બુકમાં પોતાની પ્રેગનેન્સી જર્નીનો ખુલાસો કર્યો છે. કરીનાએ પોતાના પુસ્તકમાં પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના સારા અને માઠા દિવસો બાબતે વાત કરી છે. એક્ટ્રેસના જણાવ્યા મુજબ કેટલીક વખતે કામ પર જવા અને બેડ પરથી ઊઠવાને લઈને સ્ટ્રગલ કરવું પડ્યું. કરીનાનું કહેવું છે કે આ પુસ્તક તેના દિલની ખૂબ જ નજીક છે કેમ કે તેમાં તેણે બંને પુત્રો દરમિયાનની પ્રેગનેન્સી બાબતે વાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *