પગમાં બાંધવામાં આવતા કાળા દોરા વિષે જ્યોતિષ શાસ્ત્ર માં બહુ જ મહત્વ આપવામાં આવેલું છે. આ દોરો બાંધવાથી તેના બહુ જ અસરકારક ફાયદા છે. તમે નહીં માનો પણ આ દોરા માં વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જા નાશ કરી દે છે. આ સિવાય પણ શરીર માં બીજા ફાયદા માટે પણ બાંધવામાં આવતો હોય છે.
જાણો શરીરમાં કાળો દોરો બાંધવાના અઢરક ફાયદા જેમાં ખાસ કરીને કાળો દોરો બાંધવાથી તમે નજર લાગવાથી એટલે કે ટોકાવાથી બચી શકાય છે. કારી શક્તિઓથી બચાવે છે. શનિ ગ્રહ નો સબન્ધ પણ કાળા રંગ થી જ છે શનિ કાળા રંગનો કારક હોય છે. કાળો દોરો પહેરવાથી વ્યક્ત્યિ ના જીવન માં શનિ મજબૂત થાય છે.આમ કરવાથી શનિદોષ થી મુક્તિ મળે છે.
તમારે આર્થિક લાભ જોવતો હોય તો તેના માટે ખાસ વાર જોઈને દોરો બાંધવો જોઈએ જેના માટે શ્રેષ્ઠ વાર મંગળવાર છે આ દિવસે જો તમે દોરો બાંધ્યો હોય તો બહુ જ ફાયદાકારક છે. ખાસ કરીને આ દિવસે તમે ડાબા પગે દોરો બાંધવો શુબ માનવામાં આવે છે. તેના પ્રભાવ થી આર્થિક જીવન સુખમય નીવડે છે. ઘરમાં ધન ની આવક માં વધારો જોવા મરે છે. આર્થિક લાભ માટે આ દિવસે કાળો દોરો બાંધવો જોઈએ.
ઘરને ખરાબ નજર થી બચાવા માટે કાળા દોરાનો ઉપયોગ થતો હોય છે. કાળા દોરા માં લીંબુ મરચા બાંધી ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દેવું. આવું તમે અનેક ઘર ની અંદર જોયું હશે.
અત્યારના સમયમાં છોકરીઓના પગ કાળો દોરો બહુ જોવા મારતો હોય છે જાણે કે એક ફેશન થઇ ગઈ હોય એ રીતે બાંધવામાં આવે છે. કાળો દોરો નજર થી બચાવે છે અને શરીર ની અંદર પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે. કાળા દોરા ને પગ ની એડીથી સહેજ ઉપર બાંધવો જોઈએ. ઘણી વાર રાત્રે ઊંગમાં ખરાબ સપના આવતા હોય છે તેનાથી પણ છુટકારો મરતો હોય છે.