આ ગોપાલ નામનો છોકરો ગુજરાત અને દેશ માટે ખુબ સારું કામ કરી રહ્યો છે. તેનું વતન ભાવનગર પાસેનું વલભીપુર. ગોપાલ ભાઈ સુતરીયા ને એક ટાઈમે મુંબઈમાં કરોડોના હીરાનો ધંધો હતો તેમના પાપની પેઠી હતી હીરાની અને તેને તેના પાપની પેઢી પર ૧૦ વર્ષ કામ કરી સારા એવા પૈસા કમાયા અને હજુ પણ તે તેના પપ્પાની પેઢી એ જો ૧૦ ૨૦ વર્ષ બેઠો હોતતો તે અબજોપતિ બની ગયો હોત.પરંતુ તેને અબજોપતિ બનવા કરતા તેને માનવ સેવાનો રસ્તો અપનાયો. તેને રાસાયણિક ની ખેતીમાં જોડાયેલા ખેડૂતોને બચાવાના પ્રયત્નો કર્યા. દૂધની ફેક્ટરીઓ સમજીને ગાયોનું શોષણ થાય છે તેથી તેને ગાયો માટે દયા આવી આ બધી પ્રજા ગાયના નામે ઝેર પીવે છે તેવું તેને લાગ્યું. લોકો શુ કેસે કુટુંબ, સમાજ કોઈની પર પરવા કર્યા વગર ગોપાલ ભાઈ સુતરીયા એ અમદાવાદ આવી સાંણદ ચોકડી નજીક ‘બંસી ગીર’ નામની ગૌશાળા ચાલુ કરી. વારસામાં મળેલો કરોડોનો ધધો છોડી તે તેનો બધો ટાઈમ તેમને ગૌશાળા માં આપી દીધો.
આ હીરાના વેપારી એવા એજ્યુકેટેડ એવા ગોપાલ ભાઈને ગાયોનું પાલન કરતા જોઈને ગણા લોકોને નવાઈ લાગી બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ છે કે શુ એવું કહેવાવાર પણ જોવા મર્યા. પરંતુ આ ગોપાલ ભાઈની ઈચ્છા એવી હતી કે ગૌશાળા તરીકે ખેડૂત સેવા અને દેશ સેવા કરવાનો હતો. અને આ કામમાં ગોપાલ ભાઈ ખુબ સફર થયા અને તેનો ફાયદો આજે આખા દેશને થઇ રહ્યો છે. અને ગોપાલ ભાઈની ગૌશાળા ખુબ સારી ચાલે છે. પરંતુ આ ગોપાલ ભાઈની ગૌશાળા ભારત દેશની અલગજ પ્રકારની ગૌશાળા છે ત્યાં કોઈ પણ પ્રકારનું શોષણ ગાયો કે માણસોમાં થતું નથી. ત્યાં થાય છે તો ખેડૂતો અને માણસો અને દેશ નું કલ્યાણ જ થાય છે. આથી જ તો ગોપાલ ભાઈની આ ગૌશાળાને ભારતની શ્રેષ્ઠ ગૌશાળા નો એવોર્ડ પણ મળેલો છે.
દેશની આ પેલા નંબરે આવતી ગૌશાળા માં ૧૮ અલગ અલગ પ્રકારની ૭૦૦ ગાયો છે. અને આ ગાયો નો વૈજ્ઞયાણિક રીતે તેમનો ઉછેદ કરવામાં આવે છે. આ ગૌશાળામાં ઉછળેલી ગાયોની માંગ દેશ વિદેશ માં ખુબજ જોવામળે છે. આ ગૌશાળા ની ગાયો ના કારણે લોકોને ચોખા ઘી, દૂધ, છાશ, ખાવા મળે છે. અને ખેડૂતોને પણ ખેતીમાં સારો એવો પાક થવા લાગ્યો છે. અને ખેડૂતોને મફત માં ખાતર પણ મળી રહે છે. અને લોકોને રાસાયણિક ખાતર માંથી છુટકારો થઇ ગયો છે. અને ખાતર પાછળનો તેમનો લાખોનો ખર્ચ પણ બચવા લાગ્યો છે. અને ત્યાંની ગાયોને ખીલા થી બાંધવામાં આવતી નથી ત્યાંની બધી જ ગાયો ખુલ્લી ફરતી હોય છે. અને ત્યાંની ગાયો જાતે જ ખાય છે તેમને જ ટાઈમે ખાવું હોય જેટલું ખાવું હોય અને શુ ખાવું છે તે ગાયો જાતે જ નક્કી કરે છે. ગોપાલ ભાઈનું કેહવું છે કે સાચી પ્રગતિ એ જ છે કે કોઈનું શોષણ થતું ન હોય એ પછી માણસ હોય કે જોઈપણ જાનવર હોય.