કરવા ચોથને પરણેલી હિન્દૂ સ્ત્રીઓ માટે મહત્વનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે પરણેલી મહિલાઓ પતિના સારા સ્વાથ્ય અને લાંબી ઉંમર માટે સૂર્યોદય થી ચંદ્રોદય સુધી ઉપવાસ રાખતી હોય છે. કરવા ચોથ એ એક એવો તહેવાર છે કે જે પતિ પત્ની વચ્ચેના સંબંધોને બતાવે છે. આ દિવસે પરણેલી સ્ત્રીઓ સરગી ખાવા માટે સૂર્યોદય પહેલા ઉઠે છે. આ ભોજન પછી ચંદ્ર ન નીકળે ત્યાં સુધી નિર્જર ઉપવાસ રાખે છે.
આ વર્ષે કરવા ચોથ ૨૪ ઓક્ટોમ્બર ૨૦૨૧ ના દિવસે મનાવવામાં આવશે. જાણીતી માન્યતા અનુસાર પ્રાચીનકારમાં જયારે પુરુષો યાત્રા, યુદ્ધ કે વેપારના કારણે પોતાના ઘરથી ઘણા મહિનાઓ સુધી તેઓ બહાર જતા હતા અને જે મહિલાઓ ઘરે રહેતી હતી તે તેમના પતિશ્રીના સારા સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરતી હતી, જેમાં તેઓ નિર્જળ ઉપવાસ રાખતી હતી.
એવું માનવામાં આવે છે કે કરવા ચોથ ના દિવસે મહિલાઓને ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ.
ધારદાર વસ્તુઓ ટારો: કરવા ચોથના દિવસે કોઈપણ પ્રકારની ધારદાર વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારના કાપવાના કે સિલાઈ જેવા કામ ન કરવા જોઈએ. સોઈ દોરા થી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ.
સફેદ વસ્તુનું દાન ન કરો: કરવા ચોથ સુહાગનો તહેવાર છે એટલા માટે દાન કરો તો તેમાં સાવધાની રાખવી જરૂરી છે. કરવા ચોથના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે સફેદ કપડાં, ચોખા, દૂધ, સફેદ મીઠાઈ અને દહીં જેવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ.
કાળો કલર ના પહેરો: કરવા ચોથ એ સુહાગણનો તહેવાર છે. એટલા માટે પૂજા વિધિ દરમિયાન કાળો કલર શુભ માનવામાં નથી આવતો. શક્ય હોય તો તે દિવસે લાલ રંગ ના કપડાં પહેરો. તેના પાછળનું એક કારણ છે કે લાલ રંગ એ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.
અપશબ્દ ન બોલો: કરવાચોથ નું વ્રત રાખવા વારી મહિલાઓએ તેમની વાણી પર સંયમ રાખવો જોઈએ. તે દિવસે તેમને કોઈને પણ કોઈ પણ પ્રકારનો ખરાબ શબ્દ ન બોલવો જોઈએ અને કોઈની સાથે ઝગડો ન કરવો જોઈએ. ખાસ કરીને પતિ જોડે ઝગડો ન કરવો જોઈએ નહીંતર વ્રતનું કોઈ ફળ નથી મળતું તેવું માનવામાં આવે છે.