આજના જમાનામાં પાકમાં ઘણી બધા જાતના રોગો આવવાથી ખેડૂતો પરેશાન થઇ જાય છે. પાક લઈને ખેડૂત બહુ ચિંતામાં હોય છે. ખેડૂત મોટાભાગે ૨ થી ૫ વીઘા જમીન ધરાવતા હોય છે, એમાં જીવાત તેમજ ઈયળ પાક ને ખાઈ જવાથી બહુજ નુકશાન વેઠવાનો વારો આવે છે.
આજે રાસાયણિક દવાના છઁટ્કાવથી ફળદ્રુપ જમીન આજે બિનઉપજાઉ થતી જાય છે. અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ વધુ માફક આવતી નથી.
કચ્છના ખેડૂતે ચાલુ વર્ષે કેરીનો પાક સારો આવે એના માટે અત્યારથી જ દૂધ સાથે ગોળનું સંમિશ્રણ બનાવીને પાણીનું છંટકાવ કરી રહ્યાં છે. આજે સમગ્ર દેશ ઝીરો બજેટ લઈને ખેડૂતો પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યાં છે. આપણા ખેતરને ફરી ઉપજાઉ કરવા માટે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ.
ભૂજ તાલુકાના ભુજૉડી પાસે કેરીની વાડી ધરાવતા ખેડૂત વેલજીભાઇ ભુડિયાએ પણ આ વર્ષે કેરીના પાક માટે અત્યારથી જ પાક ના સંરક્ષણ માટે દૂધ સાથે ગોળનું મિશ્રણ બનાવાયેલા પાણીના છઁટકાવ કરી રહ્યાં છે. જેના લીધે પાકમાં કોઈપણ પ્રકારની જીવાત કે અન્ય રોગો સામે રક્ષણ મળી રહે છે. આ સંમિશ્રણ આપવાથી જમીનમાં પોષક તત્ત્વો તેમજ કીટક મિત્રો ઉપદ્રવ વધે છે. જેના કારણે જમીનમાં ફળદ્રુપતા વધે છે.
કચ્છના આ ખેડૂતભાઈ છેલ્લા ૨૧ વર્ષથી બહારથી ખાતર લાવ્યા નથી. તેઓ બીજાને પણ માગદર્શન આપે છે કે પ્રાકૃતિક ખેતી કરો. જો તમે પ્રાકૃતિક ખેતી તરફ નહિ વળો તો ૧૦- ૧૫ વર્ષ પછી કઈ જ વધશે નઈ.