આપણા શરીર માટે પાણી ખુબજ અગત્યનું પરિબળ છે. પણ શું તમે જાણો છો પાણી કયા ગ્લાસમાં પીવું જોઈએ. કાચ, પીતળ કે સ્ટીલ ના ગ્લાસનાં પાણી પીવું જોઈએ. આપણા આરોગ્ય માટે પાણી સૌથી અગત્યનું પરિબળ છે. આપણા શરીરમાં પાણી વધુ માત્રા હોય છે. દરેક વ્યક્તિ પાણી પિતા હોય છે. કેટલાક લોકો ગ્લાસ , સ્ટીલ ના વાસણો નો ઉપયોગ કરતા હોય છે. પાણી પીવાથી આપણું શરીર હાઈટ્રેટ રહે છે. પરંતુ આ પાણી તમને ચોક્કસ યોગ્ય લાભ આપે છે ખરા.
ચાલો મિત્રો જાણીએ કે ક્યા ગ્લાસમાં પાણી પીવું જોઈએ. પ્લાસ્ટિક ની બોટલો જે મિનરલ પાણી તથા ઠંડા પીણાં વેચવામાં આવે છે તે પોલિઇથિલિન ટેરેફ્થાલેટ ની બનેલી છે. આ બોટલોમાં વધારે તાપમાન ના કારણે પ્લાસ્ટિકના બોટલ માંથી ખતરનાક હાનિકારક તત્વો બહાર આવે છે. પાણી પીતા ની સાથે પેટમાં પહોંચે છે આપણા માટે નુકશાનકારક છે.
ન્યુયોર્ક યુનિવર્સિટીના સંશોધકોએ પણ આ અંગે સંશોધન કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે પ્લાસ્ટિકની બોટલોમાં મળી આવતું કેમિકલ માનવ શરીરમાં જોવા મળતા હોર્મોનલ સિસ્ટમ માટે ખૂબ જ ખતરનાક છે.
તાંબાના વાસણમાં પાણી પીવાથી તમામ પ્રકાર ના રોગો દૂર રહે છે. તાંબામાં હાજર તત્વ માનવ શરીરને અંદર થી બહાર રાખે છે. આયુર્વેદના કહેવમુજબ રાત્રે તાંબાના વાસણમાં રાખવાથી આવેલ પાણીમાં તાંબાના ગુણો હોવાથી આપણું લીવર સ્વસ્થ રહે છે. આ પાણી પેટના રોગો સામે લડવામાં મદદગાર છે.