આપણા દેશના મોટા ભાગના યુવાનોનું સપનું હોય છે કે તેઓ ભણી ઘણીને સારા અધિકારી બને અને તેમનું અને તેમના પરિવારનું નામ રોશન કરે. જેના માટે upsc જેવું અઘરી પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. તે ઉમેદવાર માટે આ પરીક્ષા અગ્નિ પરીક્ષાથી ઓછી નથી હોતી. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આની તૈયારી કરતા હોય છે અને ત્યારે તેમાંથી ગણ્યા ગાંઠ્યા ઉમેદવારોની પસંદગી થાય છે.
યુપીએસસી ની તૈયારી કરી રહેલા લોકોને લેખિત કરતા ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવતો પ્રશ્નોના ડર અને ચિંતા રહેતી હોય છે. આ ઇન્ટરવ્યૂ માં ઉમેદવારનો આઈક્યૂ ટેસ્ટ કરવા માટે ઉમેદવારને ફેરવી ફેરવીને પ્રશ્નો પૂછવામાં આવે છે. કારણ કે તેમના પર બહુ મોટી જવાબદારી આવવાની હોય છે. તેઓ તેને ચલાવવામાં સક્ષમ છે કે નહીં તે જાણવા માટે આવા પ્રશ્નો પૂછવામાં આવે છે.
આવી પરીક્ષામાં આપણી આસપાસ બનતી ઘટનાઓ પ્રશ્નો વધુ પડતા પુછાતા હોય છે. તો જાણો કે આઇએએસ ની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે.
પ્રશ્ન : સો રૂપિયાની નોટ પર કેટલી ભાષાઓ લખેલી હોય છે?
જવાબ : ૧૭ ભાષાઓ લખેલી હોય છે.
પ્રશ્ન : તમારા શરીરમાં કયો ભાગ સૌથી વધુ ગરમ થાય છે?
જવાબ : શરીરના જે ભાગમાં સૌથી વધુ લોહી હોય તે સૌથી વધુ ગરમ થાય
પ્રશ્ન : ક્યાં વૃક્ષનું લાકડું સૌથી મજબૂત હોય છે?
જવાબ : મોટાભાગના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે દેવદારનું ઝાડ સૌથી મજબૂત હોય છે. આ વૃક્ષ પહાડી વિસ્તારમાં ઊંચાઈ વારા ભાગમાં જોવા મળે છે. કોઈ રિપોર્ટમાં શીશમના લાકડાને મજબૂત બતાવવામાં આવ્યું છે.
પ્રશ્ન : હિન્દી પછી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે.
જવાબ : ૨૦૧૧ ના રિપોર્ટ અનુસાર ૪૩.૬૩% લોકો હિન્દી બોલે છે. તે પછી બીજા નંબર પર બંગાળી ભાષા આવે છે જે ૮.૩% લોકો બોલે છે.