ગુજરાત સરકારે પણ અરવિંદ કેજરીવાલ ના રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે. જે રીતે દિલ્હી ના શાળોઓ વહીવટ કેજરીવાલ સરકારે પોતાના હસ્તક કર્યો છે. તે પ્રકારે હવે ગુજરાત સરકાર પોતાના હસ્તક કર્યો છે. તે પ્રકારે હવે ગુજરાત સરકાર પણ રાજ્યની પાંચ સરકારી શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. આમ આદમી પાર્ટી શિક્ષણ ને લઈને પ્રચાર કરી રહી છે અને દિલ્હી ની શાળાનો મોડલ ગુજરાત ના લોકો સમક્ષ મૂકી રહ્યા છે. ગુજરાત ના લોકો પણ કેજરીવાલ ના કામ પ્રેરાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જે પાંચ શાળાઓને આ બાબતે દરખાસ્ત મોકલવામાં આવી છે તે શાળા નો વહીવટ રાજ્ય સરકાર હસ્તક થશે તો તેમાં નિમણુંક પમાયેલા શિક્ષકો ને અન્ય સ્થળ પર બદલી કરી દેવા માં આવશે.
માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં કેન્દ્રીય ધોરણે ભરતી શરુ કરી છે. આ ભરતી માં પામેલા શિક્ષકો ને નિમણુંક પત્રો આપવામાં આવ્યા છે. મોટાભાગ ની શાળા માં શિક્ષકોને ભરતી કરી દેવા માં આવ્યા છે.
કમિશનર ઓફ સ્કૂલ દ્વારા વડોદરાના પાદરામાં આવેલી ડભાસા ઉચ્ચતર માધ્યમિક શાળા, આણંદમાં આવેલી એચ.એલ. પટેલ સ્કૂલ, વી.જે. પટેલ સ્કૂલ અને સરસ્વતી સ્કૂલ આ સાથે જ દાહોદના ગરબાડા તાલુકામાં આવેલી નેલસુરની વણીકરદાદા હાઈસ્કૂલને પોતાના હસ્તક કરવા માટેની દરખાસ્ત મોકલી આપી છે. તો બીજી તરફ જિલ્લાના DEOને જે તે શાળામાં નિમણૂક પામેલા શિક્ષકોને અન્ય ગ્રાન્ટેડ શાળામાં મોકલવાનો આદેશ પણ કર્યો છે. મહત્ત્વની વાત છે કે, જો આ પાંચ શાળા બાબતેને દરખાસ્ત મંજૂર કરવામાં આવશે તો આ તમામ શાળાઓનો વહીવટ પાંચ વર્ષ માટે સરકાર હસ્તક લેવામાં આવશે. ત્યારબાદ DEO દ્વારા ક્લાસ-2 ઓફિસરની વહીવટદાર તારીકી નિમણૂક પણ કરવામાં આવશે.
