ઘણા લોકોને જીવનમાં અમુક દોષ હોય તે નડતા હોય છે. તેવી જ રીતે ઘણા લોકોને પિતૃદોષ હોય છે ત્યારે આવી સમશ્યા માંથી છુટકારો મેળવવો જરૂરી બનતો હોય છે.જે લોકો દાન ધર્માદા કરતા રહેતા હોય છે તેમને પિતૃદોષ માંથી છુટકારો મળી શકે છે. એવું માનવામાં આવે છે કે જેમને પિતૃદોષ હોય તેમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવતા રહેતા હોય છે.
પિતૃદોષના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેના કારણે પ્રગતિમાં અવરોધ ઊભો થતો હોય છે. પિતૃદોષ તેવા લોકોને નડે છે જે માતાપિતાનું માનસન્માન નથી જાળવતા અને જરૂરિયાતના સમયે સેવા નથી કરતા તેવા લોકોને નડે છે તેવું માનવામાં આવે છે. જાણો તેમાંથી મુક્તિ મેળવવાના કેટલાક ઉપાયો.
1) દેવોના દેવ મહાદેવ ની પ્રતિમા કે ફોટો હોય ત્યાં સામે બેસીને “ૐ તતપુરૂષાય વિધમ્હે મહદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત” આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ પૂર્વજો દ્વારા થતી સમશ્યા માટે ભગવાનની પ્રાથના કરવી જોઈએ.
2) દરેકના ઘરમાં નિયમિત રીતે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે તે સમય દરમિયાન તમે ભગવાન જોડે ભૂલ ચૂકની માફી માગો છો તેવી જ રીતે પૂર્વજો જોડે પણ માફી માગવી જોઇએ.
3) નિયમિતપણે એવા મંદિરમાં જવું જોઈએ કે જ્યાં પીપળ નું ઝાડ હોય અને તેના થડને પાણી અને દૂધ ભેગુ કરીને ચડાવું. તેવું કરવાથી ધીમે ધીમે પિતૃદોષનું નિવારણ થાય છ.
4) તમે જાણતા જ હશો કે પિતૃઓ માટે અમાસનો દિવસ વિશેષ માનવામાં આવે છે. ત્યારે તે દિવસે શુદ્ધ ભોજન તૈયાર કરીને ગાય, કૂતરું અને કાગડાને ખવડાવો. આવી કરવાથી પિતૃદોષ ધીરે ધીરે પૂરું થઈ જાય છે.