મિત્રો હાસ્ય લકાકાર ખજુરભાઈને કોણ નથી ઓરખતું સમગ્ર ગુજરાતમાં નાના બાળકો થી લઈ મોટા વડીલો દરેક લોકો ખજુરભાઈને ઓરખે છે.તેમને બનાવેલા હાસ્ય વિડિઓ એટલા રમુજી હોય છે.આ વિડિઓ એક વખત જોવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે.તેમનું મૂળ નામ નીતિન જાની છે પણ તેમને બધા ખજૂર ભાઈ તરીકે ઓરખે છે.આજે ખજૂર ભાઈ માનવસેવાના કર્યો કરી રહ્યા છે.
થોડા સમય પહેલા ગુજરાતમાં તાઉતે નામનું વાવાઝોડું આવ્યું હતું આ વાવાઝોડાએ ખુબ ભયાનક નુકશાન કર્યું હતું.વાવાઝોડું એટલું ભયાનક હતું કે લોકોના પાક મકાન પણ પડી ગયા હતા ખેતરમાં વાવેલો પાક પણ વધારે વરસાદ અને પવન ફુંકાવાથી પાકને પણ ખુબ નુકશાન થયું હતું.હજુ પણ ઘણા લોકો જોડે પૈસા નહોવાથી તે પોતાનું મકાન બનાવી શક્યા નથી તેવા લોકોને આજે ખૂજરભાઈ ગામે ગામે ફરીને અસરગ્રસ્ત પરિવારને મફતમાં મકાન બનાવી આપે છે.
ખૂજરભાઈ અને તેમની ટિમ ઘણા દિવસથી પોતાનું બધું કામકાજ છોડી સૌરાષ્ટમાં રોકાઈ છે.તેમની ટિમ રાત દિવસ સેવાના કર્યો કરે છે.તેમના આવા સેવાનો કર્યો જોઈ લોકો ખુબ ખુશ થાય છે.ખૂજરભાઈને ખોબા ભરીને આશીર્વાદ આપે છે.
ખજૂર ભાઈને ખબર પડે છે કે સરકુંડલામાં જાભર ગામે રહેતા એક માલધારી પરિવારનું ઘર વાવાઝોડામાં પડી ગયું છે.અને તે પોતાની પાસે પૈસા નહોવાથી તે પોતાનું ઘર બનાવી શકતા નથી. જાભર ગામે રહેતા પોપટભાઈ ભરવાડ અને તેમની પત્ની ખુબ મોટી ઉંમરના છે.તેમની પત્નીને લકવો પડી જવાથી તે રસોઈ સિવાય કંઈપણ કામ કરી શકતા નથી બધું કામ પોપટભાઈને કરવું પડે છે.તેમને એક પણ સંતાન નથી તેમના ઘરમાં કામવનાર એક પણ વ્યક્તિ નથી.
વાવઝોડામાં મકાન પડી જાય છે તેથી તે દાદા દાદી બાજુમાં એક નાની ઝૂંપડી બનાવીને રહેતા હતા પણ ખજુરભાઈ અને તેમની ટીમએ માત્ર ચોવીસ કલાકની અંદર તેમને રહેવા માટે પાકું મકાન બનાવી આપ્યું પોતાનો રહેવા માટેનો આશરો તૈયાર થઇ જતા દાદા દાદી ખુબ ખુશ થયા અને ખજુરભાઈ ને જીવનમાં ખુબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા