પશુપાલકો માટે ખાણદાણ સહાય યોજના શરૂ: જાણો કેટલી તારીખ સુધી ફોર્મ ભરાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે? જાણો સંપૂર્ણ વિગત

Uncategorized

રૂપાણી સરકાર ગુજરાતમાં ઘણી યોજનાઓ બહાર પાડે છે. અગાઉ બેરલ (ટીપણા) બેરલ યોજના બહાર પાડી હતી જેમાં ઘણાં ખેડૂતોએ ફોર્મ ભર્યા છે. મોટા ભાગના ખેડુતો એવા હોય છે જે પશુઓ (ગાય/ભેંસ) રાખતા જ હોય છે. તો એના માટે રૂપાણી સરકાર એક યોજના લઈને આવી છે. કંઈ યોજના છે? શું લાભ મળશે? લાભાર્થીની પાત્રતા શુ રહેશે? તે તમામ માહિતી અમે તમને આ પોસ્ટમાં જણાવીશું.

યોજનાનું નામ: સામાન્ય જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય.

મળવાપાત્ર લાભ: લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૫૦ % લેખે સહાય.

પશુપાલકની પાત્રતા: ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ પશુપાલક દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત લાભ મળવા પાત્ર થશે

ખાણ દાણની ખરીદી ક્યાંથી કરવાની રહેશે?
રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

અરજી કરવાનો સમય ગાળો:
૦૧/૦૯/૨૦૨૧ થી ૩૦/૦૯/૨૦૨૧ સુધી

અરજી ક્યાં કરવાની રહેશે?
દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે.

જરૂરી આધાર પુરાવા:

2) આધાર કાર્ડની નકલ
3) બેંક પાસબુક ની નકલ
4) રેશનકાર્ડ ની નકલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *