સોનાને જેટલો તાપ આપીયે તેટલું શુદ્ધ બને છે. સૌની પસંદ હીરો પણ કોલસામાંથી જ નીકળે છે અને તે પણ કુટાય છે પછી આવો ચમકદાર બને છે એતો તમને ખબર જ હશે. મતલબ કે આપણે જીવનમાં આવનારી કઠિન પરિસ્થિતિઓનો જેટલો સામનો કરીશું તેટલા વધુ ચમકદાર બનીશું. અઘરી પરિસ્થિતિમાં જેટલા તપસો તેટલું ચરિત્ર નિખરશે.
તમારી સામે કોઈ સમશ્યા આવે તો ઘભરાવું જોઈએ નહીં પણ તેની સામે લડવાની હિમ્મત રાખવી જોઈએ. આવનારી દરેક સમશ્યા આપણને કંઈક ના કંઈક નવું શીખવાડતી જાય છે. એક વૃક્ષને કાપવા માટે સો કુહાડીના ઘા મારવા પડે છે અને સો માં ઘામાં વૃક્ષ કપાઈ જાય છે તો પહેલો ઘા નકામો છે તેમ ન સમજવું કારણકે તે એક શરૂઆત હતી ત્યારે સો માં ઘામાં વૃક્ષ કપાયું.
જીવનમાં તમે કંઈક કરી રહ્યા છો અને પહેલા પ્રયત્ને નિષ્ફર્તા મળે તો પોતાને અસફર વ્યક્તિ ન માનો. પરંતુ તેના માટે કર્મ કરતા જાઓ અને પરિશ્રમ કરતા જાઓ તમને અવશ્ય તેમાં સફરતાં મળશે. કર્તવ્ય અને લક્ષ બંને ને જોડે લઈને ચાલવું પડે છે. ત્યારે તમને સફરતાં હાથ લગતી હોય છે. કોઈ પણ કાર્ય હોય મહેનત વગર કઈ હાથમાં આવતું નથી.
વ્યક્તિનું જીવન હાર જીત, સફરતા અસફરતા ના જોલા વચ્ચે ઝૂમતું રહેતું હોય છે. તમે જયારે સફર થાઓ ત્યારે આનંદના દરિયામાં ડૂબી જાઓ છો અને નિષ્ફર્તા મળે તો દુઃખ અને પીડાના સાગરમાં ડૂબી જાય છે. પરંતુ આપણી હાર ત્યારે જ થાય છે જયારે આપણું મન હાર સ્વીકારી લે છે. આપણે અસફર ત્યારે થઈએ છીએ જયારે આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ. જે દિવસે તમે હાર સ્વીકારવાનું બંધ કરી દેશો તે દિવસે જીત તમારા ચરણમાં આવશે.