ખેડબ્રહ્મા વિસ્તારમાં બાઇક ચોરીને લઇ પોલીસ સઘન ચેકીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે ખેડબ્રહ્માથી ચોરાયેલ બાઇક નંબર GJ.09.CT.1366 લઇ એક ઈસમ રાજસ્થાન મામેર બાજુથી લઇ ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો છે.
ખેડબ્રહ્મા પી.એસ.આઈ. પી.પી.જાની અને પોલીસ સ્ટાફ વિષ્ણુભાઈ, રાકેશભાઈ, પ્રદીપસિંહ, સુખદેવભાઈ સાથે ખેડબ્રહ્માનાં ખેડવા પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળુ બાઇક આવતાં તેને રોકી તાપસ કરતા યોગ્ય જવાબ આપેલ નહિ અને બાઇકનાં કોઈ પુરાવા રજુ કરેલ નહિ જેથી તેને પોલિસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ગુનો કબુલ કરેલ કરતા 6 મહીના પહેલાં ખેડબ્રહ્મ ગલોડીયા ગામથી બાઇક ચોરેલ હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા
(1) હોન્ડા CD 110.DX નંબર પ્લેટ વગરનું રૂ.25000
(2) હોન્ડા સાઇન નંબર પ્લેટ વગરનું રૂ .25000
(3) બજાજ ડીસ્કવર G.J.09.AR.3957
રૂ.25000
(4) બજાજ પ્લસર GJ015Q9304 રૂ. 35000
(5) પેશન પ્રો. GJ06CR2093 રૂ. 25000
મળી કુલ 1,67,000 નો મુદ્દામાલ રિકવર કરી બાળ કિશોરને ડીટેઇન કરી આગળની કાર્યવાહી કરવામા આવી હતી.
ડીટેઇન કરેલ કિશોર સને -૨૦૧૭ માં બાળ રીમાન્ડ હોમ હિંમતનગર ખાતેથી ભાગી છુટેલ હોવાનું પણ બહાર આવ્યું છે.
રમેશ વૈષ્ણવ રીપોર્ટર