અગ્રણી ક્રિકેટર વિરાટ કોહલીએ ફરી એક વાર પોતાના નિર્ણયથી ક્રિકેટ ફેન્સ ને આશ્ચ્રર્યમાં મૂકી દીધા છે.
તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ના કેપટન તરીકે પણ રાજીનામુ આપવાનું જાહેરાત કરી છે. એટલે કે IPL ૨૦૨૧ બાદ તે RCB ના કેપટન તરીકેની જવાબદારી માંથી પણ મુક્ત થશે. RCB તરફથી રવિવારે સોશ્યિલ મીડિયા પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. કોહલીએ IPL – ૨૦૨૧ માં અંતિમ વખત RCB માટે કપ્તાની કરતો દેખાશે.