ગુજરાતના ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીનું ખૂબ જ મોટું નામ છે. કિર્તીદાન ગઢવીએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ડાયરાના કાર્યક્રમો કર્યા છે. કિર્તીદાન ગઢવી એ પણ હવે તેના લોકડાયરાના પ્રોગ્રામ શરૂ કર્યા છે. અમેરિકાના લોકડાયરાના કેટલાક ફોટો અને વીડિયો કિર્તીદાન ગઢવીએ તેના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. આ ફોટોમાં સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કે, અમેરિકામાં કિર્તીદાન ગઢવી પર રૂપિયાની જગ્યા પર ડોલરનો વરસાદ થઈ રહ્યો છે.
મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે અમેરિકામાં નવરાત્રિનું આયોજન થયું હતું પરંતુ હવે આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઘટતા અમેરિકામાં પ્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ કારણે લોક ગાયક કિર્તીદાન ગઢવી અમેરિકામાં પ્રોગ્રામ કરી રહ્યો છે. અમેરિકામાં ગુજરાતી લોકો મનમૂકીને કિર્તીદાન ગઢવીના ગીતો પર ગરબા જુમી રહ્યા છે. કેટલાક લોકો ખુશ થઈને કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ પણ કરી રહ્યા છે.
એક ઇન્ટરવ્યૂમાં કિર્તીદાન ગઢવી જણાવ્યું હતું કે, લગભગ બે વર્ષના સમય બાદ હું વિદેશમાં ગયો છું. કોરોનાની મહામારી બાદ હું પહેલો એવો ગુજરાતી સિંગર છું કે જે ગુજરાતી સિંગરની ટીમ અને કોન્સર્ટ સાથે વિદેશમાં શો કરી રહ્યો છું. હું શબ્દોમાં મારી લાગણીને વ્યક્ત કરી શકું તેમ નથી.
લોક ગાયક કિર્તીદાન ગઢવી એવું પણ જણાવ્યું હતું કે, મિડલ ઇસ્ટ તથા વેસ્ટના લોકોને ગુજરાતી ડાયરાનો ઘણો શોખ છે અને મને પણ આપણી સંસ્કૃતિને રી પ્રેઝન્ટ કરવામાં ઘણો જ ગૌરવ થાય છે. અમેરિકા પછી હું દુબઈમાં જઈશ. ત્યાં ફાલ્ગુની બ્રહ્મભટ્ટ તથા તૃપ્તિ ગઢવીની સાથે કેટલાક શો કરીશ અને ત્યાર પછી પાછો અમેરિકામાં આવીશ અને ત્યાં મારા અન્ય પ્રોગ્રામ પૂર્ણ કરીશ.
મહત્ત્વ વાત છે કે, કિર્તીદાનનો પહેલો શો શિકાગોમાં થયો હતો. ત્યારબાદના શો એટલાન્ટા, ડલ્લાસ, હ્યુસ્ટન અને ન્યુજર્સી જેવી અલગ-અલગ જગ્યાઓ પર કિર્તીદાનના શો યોજવામાં આવી રહ્યા છે.
મહત્ત્વની વાત છે કે કોરોનાની મહામારી વચ્ચે મોટા-મોટા પ્રોગ્રામ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને હાલ પણ રાજ્યમાં ૪૦૦ લોકોની મર્યાદામાં જ લોકોને એકઠા કરીને સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમની છૂટ આપવામાં આવી રહી છે.