મિત્રો આજે હું તમારા માટે એક નવી જાણકારી લઈને આવ્યો છું ભારતની ભૂમિ ઉપર હજારો સંતો જન્મ લઈ ચૂક્યાં છે તેમને કરેલા તપથી ભારતની ભૂમિ પવિત્ર થઈ છે આજે હું તમને માં મોગલ વિશે જણાવવાનો છું માં મોગલ ના પરચા સમગ્ર દુનિયામાં ફેલાયેલા છે.
મોગલ ધામ માં હજારો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે આઈ શ્રી મોગલ માનો ઇતિહાસ 1300 વર્ષ જૂનો છે તેમ કહેવામાં આવે છે આઈ શ્રી મોગલ એ ઘણા લોકોને સાક્ષાત દર્શન આપ્યા છે માં ભગુડા ધામ માં આવેલા દરેક ભક્તો ના માં મોગલ દુઃખ દૂર કરે છે
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એક નાનકડું ગામ ભગુડા આવેલું છે આ ભગુડા ગામ માં આઈ શ્રી મોગલ બેઠી છે ત્યાં આવતા દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે ભગુડા ગામ ને મોગલ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે
માં મોગલ ના પિતા દેવસુર ધાંધનીયા અને માતા રાજબાઈ હતા ભીમરાણા તે માં મોગલ નું જન્મ સ્થળ છે આ શ્રી 2000 વર્ષ પહેલા માં મોગલ નો જન્મ થયો હતો ગુજરાતમાં મા મોગલ ના ચાર મુખ્ય ધામો આવેલા છે જેમાં દ્વારકા, ગોયારળી બગસરા, રાણેસર અને ભગુડા આ ચાર ધામ માંથી ભગુડા ધામ એક વિશેષ મહત્વ ધરાવે છે
આશરે ૪૫૦ વર્ષ પહેલા દુકાળ પડતાં આહિર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા ત્યાં ચારણ અને આહિર મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતાં પણ વિશેષ સંબંધ બંધાયો હતો ચારણ જ્ઞાતિ ના ડોશીના નેસાડે આઈ શ્રી મોગલ માતાનું સ્થાનક હોય છે તેમને આહિર જ્ઞાતિના વૃદ્ધાને આઈ મોગલને કપડામાં આપ્યા હતા
માતાજી ને સાથે લઈ આહિર વૃદ્ધા ભગુડા આવ્યા જો તેમને એક કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા કરવાનું શરૂ કર્યું હતું ભગુડા મોગલ માતાજી નું આ મંદિર ખુબ જ જુનુ હતું આ મંદિરને વર્ષો પહેલા નવનિર્માણ કરવામાં આવ્યું હતું ભગુડા મોગલ માં અગણિત પરચા પૂર્યા છે મંગળવાર ના દિવસે માતાજીના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલી અહીં મંગળવારના દિવસે ભક્તોની ભીડ વધારે હોય છે ભગુડા ધામ માં દર વર્ષે માતાજીનો પાટોત્સવ ઉજવાય છે