ભારતની ક્રિકેટ જગતમાં ખુબ મોટી નામના છે. દેશ અને વિદેશમાં ભારતીય ખેલાડીઓના ચાહકોનો વર્ગ ખુબ મોટો છે. ભારતે સચિન તેંડુલકર, કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુમ્બલે, વીરેન્દ્ર સેહવાગ, ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ઘણા સારા પ્લેયર વિશ્વ ક્રિકેટને આપ્યા છે. આવા પ્લેયરોના કારણે આજે ભારતીય ટિમની બોલબાલા છે.
આજે અમે તમને એવા ક્રિકેટરો વિષે જણાવી રહ્યા છીએ જે દેશના સૌથી શિક્ષિત ક્રિકેટરો છે. જાણો એવા પ્લેયરો વિષે જે ભણવામાં અને રમતમાં એમાં બંને જગ્યાએ તેમની કલા દેખાડી છે.
૧) અમય ખુરાસિયા (IAS ઓફિસર)
અમય ખુરાસિયાએ ૧૯૯૯ માં શ્રીલંકા સામે ડેબ્યુ કર્યું હતું. તેઓ ભારત માટે ૧૨ વન ડે રમ્યા હતા.તેમને તેમની પહેલી જ મેચમાં ૪૫ બોલમાં ૫૭ રનની તાબડતોડ ઇનિંગ રમનાર સૌથી શિક્ષિત ક્રિકેટર છે. તેમને ભારત માટે રમતા પહેલા IAS પરીક્ષા પાસ કરી હતી. તેઓ હાલમાં કસ્ટમ ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે.
૨) રાહુલ દ્રવિડ (MBA)
વિશ્વ ક્રિકેટમાં રાહુલ દ્રવિડે ધ વોલ તરીકે નામના મેળવી છે, એટલે કે ભારતની દીવાલ તરીકે જાણીતા છે. તેઓ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર તો છે જ પણ તેમને શિક્ષણ પણ સારું મેળવ્યું છે. તેમને બેંગ્લોરની સેન્ટ જોસેફ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી MBA કર્યું છે. તેઓ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ જાહેર કરવામાં આવ્યા છે.
૩) અનિલ કુંબલે (મિકેનિકલ એન્જિનિયર)
અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વના ત્રીજા નંબરના સફર ક્રિકેટર તરીકે જાણીતા છે. તેઓ ભારતીય ટિમના કોચ પણ રહી ચુક્યા છે. ક્રિકેટમાં તેમની વિકેટ બાબતે ખુબ બોલબાલા રહી છે. તેમને મિકેનિકલ સુધીનો અભ્યાસ કર્યો છે.
૪) રવિચંદ્રન અશ્વિન
અશ્વિન ક્રિકેટમાં જેટલો સફર રહ્યો છે તેટલો જ અભ્યાસુ ક્ષેત્રમાં પણ આગળ રહ્યા છે. તેમને ચેન્નઈ ની SSN કોલેજ ઓફ એન્જિનિયરિંગ માંથી B.TECH નો અભ્યાસ કર્યો છે. તેઓ તેમના બોલથી રમતની બાજી ગમે ત્યારે પણ બદલવામાં માહેર છે. તેઓ હાલમાં ટીમના વિશ્વાસુ બોલર છે. તેમને બેટ અને બોલથી ટીમને ઘણી સફરતાઓ અપાવી છે.