રાજ્ય માં કોરોનાની મહામારી વચ્ચે પોલીસકર્મીઓએ પણ લોકોની ખુબ જ સેવા કરી છે. રાજય માં અલગ અલગ શહેરમાં પોલીસકર્મી ને લોકો ને ભોજન મરી રહે એટલા માટે રસોડા પણ શરૂ કર્યા હતા. આ ઉપરાંત કેટલીક જગ્યા પર પોલીસ દ્વારા ફૂડ પેકેટ ની સેવા પણ શરૂ કરી કરવમાં આવી હતી. ત્યારે ગુજરાત ના એક પોલીસકર્મી કોરોનની મહામારી વચ્ચે સેવા કરવા બદલ વર્લ્ડ બુક ઓફ લંડન માં સ્થાન મળ્યું છે. આ પોલીસકર્મી વડોદરા શહેર ના વારસિયા પોલીસ સ્ટેશન માં પોલીસ ઇન્સ્પેક્ટર તેમના વિસ્તાર માં કોરોના ની મહામારી દરમિયાન કરેલા સેવા કાર્યોને કારણે લંડન ના વર્લ્ડ બુક ના સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ થી નવાજવામાં આવ્યા છે.
આ પી.આઈ નું નામ કે.એન લાઠીયા છે અને તેમને કોરોનાની મહામારી વચ્ચે જરૂરિયાત મંદ લોકો ને ભોજન , દવા, અને અન્ય વસ્તુઓ ની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ની આ કામગીરીની નોંધ લંડન ના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં લેવા માં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન લાઠીયા માત્ર તેમના પોલીસ સ્ટેશન માં જ નહીં પરંતુ વડોદરા પોલીસ માટે પણ એક ગૌરવ સમાન છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના પ.આઈ ને સન્માન મળ્યું તે અગાઉ ભારતમાં જાણીતા હાસ્ય કલાકાર કપિલ શર્મા સહિત અનેક જાણીતા ચહેરાઓને આપવામાં આવ્યું હતું ત્યારે સેવાકીય કાર્યોથી પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘડનારા વડોદરા પોલીસમાં ફરજ બજાવતા પી.આઈ ને સન્માન મળતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. મહત્ત્વની વાત છે કે, ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે અલગ શહેર અને ગામડાઓમાં પોલીસકર્મીઓએ લોકોની સેવા માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.
