ભારત એક ધાર્મિક છે ભારતમાં આજે ભગવાન ઉપર શ્રદ્ધા રાખનારા લોકો દરેક ખૂણામાં મળી આવશે ભારતમાં આજે નાના-મોટા અસંખ્ય મંદિરો આવેલા છે દરેક મંદિરમાં અલગ-અલગ દેવી-દેવતા બિરાજમાન છે ભારતમાં આવેલા આ મંદિરોમાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે મંદિરમાં બિરાજમાન દેવી દેવતા પોતાના ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ કરતા હોય છે આજે હું તમને એક એવા ચમત્કારિક મંદિર વિશે બતાવી જ્યાં દર્શન કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે
આ ચમત્કારી મંદિર ગુજરાત રાજ્યના જામનગર જામનગર જિલ્લાના જામખંડારાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર કોટડા ગામમાં આવેલું છે આ મંદિર બાવિસ માતાજી મંદિર તરીકે ઓળખાય છે આ બાવીસ માતાજી મંદિર માં 22 ચારણ કન્યાઓની પ્રતિમા આવેલી છે તેથી આ મંદિરને બાવિસ માતાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરમાં અવાર નવાર ઘણા લોકોને માતાજી પરચા આપ્યા છે આ મંદિર બનાવવા પાછળ ખૂબ રસપ્રદ ઇતિહાસ રહેલો છે
ઘણા વર્ષો પહેલા હિરણ નદીના કિનારે બાવળા નેસ આવેલો હતો આ જગ્યાએ ૨૫ જેટલા ચારણ પરિવારો રહેતા હતા તેમાંથી બોઘાભાઈ ના ઘરે ચાર દીકરીઓ જન્મ લે છે આ ચાર દિકરીઓ સાથે બીજી 18 ચારણ-કન્યાઓ એમ થઇ ને ૨૨ ચરણ કન્યા તેમના કુળ ની લાજ બચાવવા માટે તેમના જીવનનું બલિદાન આપી દીધું હતું આજે આ બાવીસ ચારણ કન્યાઓને માતાજીના સ્વરૂપે પૂજવામાં આવે છે તેમજ તેમને જોગમાયા નુ સ્વરુપ માનવામાં આવે છે
કોટડા ગામમાં આ 22 માતાજી જોગમાયા સ્વરૂપે બિરાજમાન થયા હતા આ મંદિરમાં આવતા તમામ ભક્તોની મનોકામના આ બાવીસ માતાજી પૂર્ણ કરતા હોય છે તેમના પરચા ધીરે ધીરે સમગ્ર પંથકમાં પ્રસરી જવાથી આ મંદિરમાં દૂરદૂરથી ભક્તો બાવિસ માતાજી ના દર્શન કરવા માટે આવતા હોય છે