14 જાન્યુઆરી એ સૂર્ય ધન રાશી માંથી મકર રાશીમાં પરિવર્તન કરે છે તેને મકરસંક્રાંતિ કહેવાય છે. મકર રાશિ નો સ્વામી શનિ ગ્રહ છે. અને શનિ સૂર્યના પુત્ર છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે એવું માનવામાં આવે છે કે એ તેમના પુત્રના ઘરે આવ્યા છે.
એટલા માટે જ એક પિતાએ મકરસંક્રાંતિના દિવસે તેમના પુત્રને એક રૂપિયો, કે ચાંદીનો સિક્કો તમે આવી કોઈપણ એક વસ્તુ આપી શકો છો. કે જેનાથી તમારા ઘરની ગરીબી દૂર થઈ જશે. તમારું જીવન એકદમ ખુશીઓથી ભરાઈ જશે.
તમારા ઘરમા કંકાસ પણ દૂર થઈ જશે. અને ધનનો વરસાદ થવા લાગશે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. અને સૂર્યદેવને જળ પણ ચડાવવું જોઈએ. જે લોકો સૂર્યદેવને જળ ચડાવતા હોય છે એ લોકોની બુદ્ધિ ખૂબ જ સારી હોય છે.
જળ ચડાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. તમે મકરસંક્રાંતિના દિવસે તાંબા ના વાસણોનું દાન કરી શકો છો. તમે તમારા પુત્રને તાંબાની વસ્તુ પણ આપી શકો છો. આ વખતે 14 જાન્યુઆરી એ સૂર્ય ઉતરાયણ થવાની નથી.
સૂર્ય ઉતરાયણ આ વખતે 15 તારીખે થવાની છે એટલે જે લોકો પુણ્યનું કામ કરતા હોય એ લોકોએ 15 જાન્યુઆરી એ કરવું જોઈએ. આ દિવસે શુભ મુહૂર્ત 2:12 મિનિટથી 05:45 મિનિટ સુધી છે તમે આ ટાઈમે સારુ કામ કરી શકો છો. જો તમે બંને દિવસ પુણ્યનું કામ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો.