સાંજનો સમય હતો બીહાર ના મુગેર થી જમાલપુર પ્લેટફોર્મ નંબર 1 થી લોકમાન્ય તિલક એક્સપ્રેસ જ્યારે ભાગલપુર જવા નીકળી ત્યારે બધું એકદમ સારું હતું ત્યાં અચાનક એક મહિલા બાળક સાથે ચાલુ ટ્રેને ઉતરવાની કોશિશ કરી.
તેનું બેલેન્સ બગડ્યું અને તે નીચે પ્લેટફોર્મ ઉપર પડી જાય છે ત્યાં હાજર આરપીએફ ના જવાન તેને બચાવે એ પહેલા તે ચાલુ ટ્રેનની નીચે પહોંચી ગયા. એટલામાં ત્યાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ ટ્રેનની સ્પીડ ની સાથે સાથે લોકો ના દિલ ના ધબકારા પણ વધતા જતા હતા.
લોકોનો ડર વધતો જતો હતો અને અમુક લોકોએ તો માની પણ લીધું હતું કે હવે આ બંને જીવતા બચી શકશે નહીં. અમુક લોકો કહી રહ્યા હતા કે ટ્રેનને રોકો અને અમુક લોકો કહી રહ્યા હતા કે ટ્રેનને જવા દો એટલામાં ટ્રેન ની સ્પીડ ઓછી થઈ અને બે જ ડબ્બા બાકી હતા અને ઉભી થઇ ગઈ.કદાચ કોઈકે ચેન ખેંચી હતી.
લોકો ટ્રેનની નીચે જોવા લાગે છે પરંતુ મહિલા અને બાળક ક્યાંય દેખાતા નથી આર પી એફ જવાન બધાને ટ્રેનથી દૂર કરતો હતો. ગાર્ડ એ ટ્રેનના ડ્રાઈવર ને બધી વાત કરી અને ટ્રેનને આગળ લઈ જવા કહ્યું.
દરેકના મનમાં એક જ સવાલ હતો કે મહિલા અને બાળકનું શું થયું હશે. ટ્રેન લગભગ બે મિનીટ ઉભી રહીને આગળ વધી ત્યારે બધાનું ધ્યાન ટ્રેક પર હતું. ટ્રેન પસાર થઇ ગયા પછી મહિલા અને બાળક ને સુરક્ષિત જોઈને બધા હેરાન થઈ ગયા.
જે રીતે મહિલા તેના બાળકને લઈને ટ્રેનની નીચે પડી હતી અને જીવિત બહાર નીકળી તે કોઈ કલ્પનાથી ઓછું નહોતું મહિલા અને બાળક ને થોડી થોડી ચોંટ આવી હતી.