આપણો ભારત દેશ ખુબજ સાહસિક મહિલાઓ થી ભરેલો દેશ છે. આપણું ભારત દેશ પુરુષ પ્રધાન દેશ છે પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે મહિલાઓ પોતાનું દુર્ગા નું રૂપ ધારણ કરી લે છે. આવી જ એક કહાની છે યોગીતા રઘુવંશીની. યોગીતા રઘુવંશી મુંબઈમાં રહે છે પરંતુ તેમની લગ્ન ભોપાલમાં થઈ હતી.
તેમનું લગ્નજીવન ખુબ જ સુંદર ચાલી રહ્યું હતું તેમના પતિ પણ વકીલ હતા અને સાથે સાથે ટ્રાન્સપોર્ટ નો ધંધો પણ કરતા હતા. પરંતુ અચાનક યોગીતા સાથે એવું થયું કે તેને કોઈ દિવસ વિચાર્યું પણ ન હતો અચાનક એક દિવસ તેમના પતિનું મૃત્યુ થઈ જાય છે. એ સમયે યોગીતા ના બે બાળકો પણ હતાં. તે સમયે યોગીતા ને શું કરું તેના બાળકોને કેવી રીતે પોષણ પૂરું પાડવું કંઈ જ ખબર પડતી નહોતી.
એક દિવસ યોગીતા એ નક્કી કર્યું કે તેના પતિનો ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ ચલાવશે તે વખતે તેમની જોડે ૩ ટ્રક હતા પછી યોગીતા ડ્રાઇવર રાખીને આ ધંધો ચલાવતી હતી એક દિવસ યોગીતા ને ખબર પડી કે તેમના એક ટ્રક નું એકસીડન્ટ હૈદરાબાદમાં થાય છે ટ્રકનો ડ્રાઈવર ટ્રકને ત્યાં મૂકીને ભાગી ગયો હતો. પછી યોગીતા હૈદરાબાદ ગઈ અને ટ્રક ને સરખો કરાવી એક ડ્રાઇવરની મદદથી તે ટ્રકને પાછો લઈને આવે છે.
તેમનો એક ટ્રક ડ્રાયવર ભાગી ગયો હતો અને હવે તે કોઈ ડ્રાઈવર પર વિશ્વાસ કરવા માગતી ન હતી તેથી તેને જાતે જ ડ્રાઇવિંગ શીખવાનું ચાલુ કર્યું અને તે થોડાક જ મહિનામાં ટ્રક ચલાવતા શીખી ગઈ. આજે યોગીતા રઘુવંશી કેટલાય વર્ષોથી ટ્રક ચલાવે છે. એમના સાહસથી તમને સમજાશે કે ભારતમાં એક મહિલાને ટ્રક ચલાવો એ કઈ સામાન્ય વાત નથી.
યોગી અમુક સમયે તો આખી રાત સુધી પણ તે ટ્રક ચલાવે છે. અમુક સમયે તો પુરુષોએ તેમના પર હુમલા પણ કરે છે પરંતુ તે કોઈ દિવસ ગભરાય નથી. તેમની તેમના ઉપર આવેલી બધી જ મુસીબતનો સામનો ડર્યા વગર કર્યો છે. યોગીતા એવા લોકો માટે એક ઉદાહરણ બની છે કે જે લોકો વિચારે છે કે અમે કશું કરી શકતા નથી. જો તમે ઈચ્છો તો તમે બધું જ કરી શકો છો તમને તે કરવાથી કોઈ રોકી શકતું નથી.