આપણા જયોતિષશાસ્ત્રમાં કુલ ૧૨ રાશિઓ અને ૯ ગ્રહણ વિશે બતાવવામાં આવ્યું છે. દરેક રાશિનો અલગ સ્વામી ગ્રહ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સ્વભાવ તેની રાશિ અને સ્વામી ગ્રહ ઉપર આધારિત હોય છે.
તમે ઘણા એવા લોકો જોયા હશે જે લોકો ખૂબ જ શાંત સ્વભાવના હોય છે જે કોઈપણ સાથે હરી મળીને વાત કરતા નથી ત્યારે બીજી બાજુ ખૂબ જ ઉગ્ર સ્વભાવના હોય છે આવા વ્યક્તિ ડરતા પણ નથી તેમના મનમાં જે આવે તે કામ કરે છે તે બધાની સામે કોઇપણ વાત કહેતા ડરતા નથી
જ્યોતિષશાસ્ત્ર એવિ ચાર રાશિ વિશે બતાવવામાં આવ્યું છે આ રાશિમાં જન્મ લેનારી છોકરીઓ ચપળ અને હોશિયાર પત્ની સાબિત થતી હોય છે આ રાશિમાં જન્મેલી છોકરીઓને મનપસંદ જીવનસાથી મળે છે
મેષ રાશિ:-મેષ રાશિ વાળી છોકરીઓ કુદરતી આકર્ષણ શક્તિ હોય છે. આ રાશિ વાળી છોકરીઓ ખૂબ જ આત્મવિશ્વાસ વાળી અને ખૂબસૂરત હોય છે. લગ્ન પછી આ રાશિ વાળી છોકરીઓ પોતાના પતિ ઉપર હુકમ ચલાવતી હોય છે. પોતાના પતિને કાબુમાં રાખવાનું ખૂબ સારી રીતે જાણતી હોય છે. આ રાશીવાળી છોકરીઓને મનપસંદ જીવનસાથી મળે છે
વૃષભ રાશી:-જે વ્યક્તિ આ રાશિ વાળી છોકરીઓ જોડે લગ્ન કરે તેની જિંદગી ખુશીઓથી ભરાઈ જાય છે. આ રાશીવાળી છોકરીઓની પોતાની આઝાદી ખૂબ પ્રિય હોય છે. તે લગ્ન પછી બંધાયેલું રહેવાનું પસંદ કરતી નથી આ કારણથી પોતાના જીવનસાથી જોડે ઘણી વખત ઝઘડા થતા હોય છે.
કન્યા રાશિ:-આ રાશિ વાળી છોકરીઓ સૌથી બેસ્ટ પત્ની સાબિત થતી હોય છે. આ રાશિ વાળી છોકરીઓ જે છોકરા સાથે લગ્ન કરે તે ખૂબ ભાગ્યશાળી હોય છે. પોતાના પતિ સાથે ખૂબ પ્રેમપૂર્વક વાતો કરે છે.
મકર રાશિ:-આ રાશિ વાળી છોકરીઓ સમય સાથે ચાલવા વાળી છોકરીઓ હોય છે. લગ્ન પછી પોતાના પતિને કન્ટ્રોલમાં રાખતી હોય છે. આ રાશિ વાળી છોકરીઓ પોતાના દરેક કામને સફળતાપૂર્વક પૂર્ણ કરતી હોય છે. પોતાના જીવનસાથી જોડે પૂરી ઈમાનદારી રાખતી હોય છે.