લીવર એ આપણા શરીર નું ખુબ મહત્વનું અંગ છે લીવર એ શરીર માં સૌથી મોટું ઓર્ગન છે લીવર એ શરીર ની ગંદકી ફિલ્ટર કરીને સાફ કરવાનું કર્યા કરે છે તે સાથે લોહીને પણ સાફ કરે છે શરીર તંદુરસ્ત રાખે છે લીવર બોડી ના ૫૦૦ કરતા પણ વધુ body function ને ચાલવાનું કાર્ય કરે છે લીવર નું મહત્વ શું હોય છે તે લોકો ને ખબર નથી હોતી ને તેની સારસંભાર માં બેદરકારી રાખે છે શરીર ના બીજા અંગો સારી રીતે કામ કરે તે માટે લીવર નું સ્વસ્થ રહેવું ખુબજ જરૂરી છે.
સ્વસ્થ લીવર રાખવા માટે ચોખ્ખું પાણી પીવું જોઈએ અલ્કોહલ વાળા પદાર્થનું સેવન ન કરવું જોઈએ બજાર માંથી લાવેલા ફળ ને પાણી ધોઈ સાફ કરીને ખાવા જોઈએ આવી બધી નાની નાની વસ્તુ ઓનું ધ્યાન રાખી ને લીવર ને ખરાબ થતું અટકાવી શકાય છે તમારી જાણકારી માટે કહું કે યકૃત સંબન્ધિત રોગો વિષે જાગૃતિ ફેલાવા માટે દર વર્ષે ૧૯ એપ્રિલ વિશ્વ યકૃત દિવસ માનવામાં આવે છે તો આજે અપને જાણીશું લીવર ખરાબ થવાના લક્ષણો વિષે માનું સૌપ્રથમ લક્ષણ છે વારંવાર ગેસ થવો ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવું ઉલ્ટી થવી જયારે લીવર ની વિષિલાય પદર્થ ની માત્ર વધી જાય ત્યારે થોડું પણ બહારનું ખાવાથી પેટ ની હાલત બગડવા લાગે છે.
જયારે આપણું લીવર ખરાબ થવાની શરૂઆત થાય છે ત્યારે શરીર માં અશક્તિ આવે થાક લાગવો વગેરે જેવા લક્ષણ રોજ રોજ દેખાય છે તો આવા બધા લક્ષણ નો સબંધ લીવર સાથે હોઈ શકે છે જયારે લીવર ની અંદર ટોક્સિસ ની માત્રા વધે તો લીવર ની કામ કરવાની ક્ષમતા ઘટતી જાય છે આ કારણ થી શરીર ના બીજા અંગો ને કામ વધારે કરવું પડે છે તેના કારણે શરીર માં થાક લાગવો અશક્તિ આવવી વગેરે લક્ષણ દેખાય આવે છે. ચામડી પર વારંવાર ખંજવાર આવે છે લીવર ખરાબી ના કારણે બાયલ જ્યુસ લોહીમાં જમવા લાગે છે અને તે જમવા લાગે એટલે ખંજવાર જેવી સમસ્યા થાય છે આના સિવાય બીજા કેટલાક લક્ષણો છે જેવાકે શરીર ના કોઈ અંગ ઉપર ઇજા થયા પછી લોહી બંધ ન થવું હાથ ની હથેળી લાલ રંગ જેવી દેખવા લાગે છે વગેરે હોય છે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.