હાલ માં યોજવામાં આવેલી ઓલમ્પિકમાં ઘણા દેશ રમતવીરોએ ભાગ લીધો હતો તેમાં ઘણા રમતવીરીએ પોતાના દેશ માટે મેડલ જીત હતા. ઓલમ્પિકમાં મેડલ જીતવો એ ખુબ ગર્વ ની વાત છે પોતાના દેશ માટે મેડલ જીતીને દેશનું નામ ઊંચું કર્યું હતું. આવા ખેલાડીઓને ખુબ મન સન્માન મળે છે તેમને સરકાર દ્વારા પોત્સાન આપવામાં આવે છે. દેશ માટે મેડલ જીતીને દેશમાં પરત ફરે ત્યારે તેમના નામ ની ખુબ વાહ વાહ થાય છે અને તેમના નામ ઉપર ઘણી જગ્યાએ મફતમાં સેવા આપવામાં આવે છે.
ભારત દ્વારા રમવા ગયેલા ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન બતાવ્યું હતું.તેમાંથી ઘણા ખેલાડીઓ બૉન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ દેશ માટે જતી ચુક્યા છે. જો તમારું નામ નીરજ કે વંદના હોય તો તમે હરિદ્વાર ના ચંડીદેવી મંદિર જવા માટે રોપવે ની સફળ મફત કરી શકો છો.ચંડીદેવી મંદિર ના રોપવેનું સંચાલન કરતી ઉષા બેકરો કંપનીએ ઓલમ્પિકમાં ગોલ્ડન બોય નીરજ ચોપરા અને મહિલા હોકીમાં હેટ્રિક ગોલ કરવાવારી હરિદ્વાર ની વંદના કટારીયા ના સન્માનમાં આ કંપનીએ નિર્ણય કર્યો છે.
ટોકિયો ઓલમ્પિકમાં ઇતિહાસ બનાવીને આવનાર ભારતીય ખેલાડીઓ ને દેશમાં અલગ અલગ રીતે સન્માન અને પોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તેવીજ રીતે હરિદ્વારના ચંડીદેવી મંદિરમાં જવા માટે ફ્રી માં રોપવેની સવારી કરવામાં આવશે. નીરજ અને વંદના નામ વારા દરેક યાત્રિકોને 11 થી 20 ઓગસ્ટ સુધી ફ્રી સેવાનો લાભ મળશે.
કંપનીના રિજનલ હેડ મનોજ ડોભાલ એ બતાવ્યું કે નીરજ અને વંદના નામના જે કોઈ પણ યાત્રિકો આ યાત્રાધામ પર તે દરમિયાન આવશે તેમને ચંડીદેવી મંદિર જવા માટે રોપવેનો ફ્રી માં ઉપયોગ કરી શકે છે. આ સેવાનો લાભ લેવા માટે આધાર કાર્ડ બતાવીને આ ફ્રી સેવાનો લાભ લઇ શકે છે.
ટોક્યો ઓલમ્પિકમાં ઇતિહાસ બાનવીને ભારતીય ખેલાડીઓ પરત આવ્યા છે મેડલ જીતીને પાછા આવ્યા વાળા ખેલાડીઓનું ખુબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખેલ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા તેમને દિલ્લી ની અશોક હોટલમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.