ડો.સ્વાતિ નિગમ ને સેનાના અધિકારીઓ દ્વારા બેઝ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા
કડી શહેરની મણીબેન એમ.પી.શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડી અને 9 ગુજ.બટાલિયન માં ફરજ બજાવતા લેફ્ટેનન્ટ ડૉ.સ્વાતિ નિગમ ને તેમની ઉમદા અને વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવતા તેમના પરિવારજનોમાં હર્ષ ની લાગણી જોવા મળી રહી છે.મેજર જનરલ અરવિંદ કપૂર અને બ્રિગેડિયર નીરવ રાયજાદા દ્વારા ડૉ.સ્વાતિ નિગમને તેમની વિશિષ્ટ અને ગૌરવ લાયક કામગીરી બદલ કમેન્ડેશન કાર્ડ અને બેઝ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.