કેબીસી :- લાઈફલાઈન હોવા છતા ભૂજના ગાયત્રીબાએ ગેમ છોડી, આટલા રૂપિયા જીત્યા

trending

‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૩મી સીઝનમાં ઘણા ગુજરાતીઓએ પણ ભાગ લીધો છે. અમદાવાદ અને સિંહોરના સ્પર્ધક બાદ ગુજરાતના ભૂજમાંથી એક મહિલાએ રૂ.૨૫ લાખની ધનરાશી આ શૉ થકી જીતી લીધી છે. જેનું નામ જયશ્રીબા ગોહિલ છે. જયશ્રીબા પાસે લાઈફલાઈન હોવા છતાં પણ તેમણે ગેમ છોડી દીધી હતી. જોકે, આ જોઈને થોડ સમય માટે અમિતાભ બચ્ચનને પણ નવાઈ લાગી હતી. ૩૫ વર્ષના જયશ્રીબા ગુજરાત સરકારના રેવન્યૂ વિભાગમાં સબ રજીસ્ટર ઓફિસમાં કલાર્ક તરીકે કામ કરે છે.

એમના પરિવારમાં એક પુત્ર છે. હોટસીટ પર બેસીને તેઓ ઘણું સારૂ રમી ગયા હતા. આ જોઈને અમિતાભ બચ્ચન પણ એમનાથી પ્રભાવિત થયા હતા. જ્યારે જયશ્રીબાને એમના ફેવરિટ એક્ટર અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સલમાન ખાન અને અમિતાભ બચ્ચનનું નામ આપ્યું હતું. આ ગેમમાં તેઓ ૧૪ પ્રશ્નો સુધી પહોંચી ગયા હતા. જ્યારે રૂ.૫૦ લાખનો પ્રશ્ન આવ્યો ત્યારે એમની પાસે લાઈફલાઈન પણ બચી હતી. આ પ્રશ્નનો સાચો જવાબ આપીને તેઓ આગળ રમી શકે એમ હતા. પણ તેમણે ૧૪માં પ્રશ્ન સુધી આવીને ક્વિટ કરી દીધું હતું. જ્યારે આ પ્રશ્ન એમના કોમ્પ્યુટર સ્ક્રિન પર આવ્યો ત્યારે ૫૦-૫૦ લાઈફલાઈન હતી. આ લાઈફલાઈનનો ઉપયોગ કરવાના બદલે તેમણે ગેમ છોડી દીધી હતી.

જોકે, એમને પ્રશ્નનો સાચો જવાબ જ ખબર ન હતો. તેથી રૂ.૨૫ લાખ જીત્યા હતા. પણ રૂ.૫૦૦૦નો પ્રશ્ન સામે આવ્યો ત્યારે તેમણે પહેલી લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો હતો. તેમણે ગેમના બે મોટા પડાવ પાર કરી લીધા હતા. જ્યારે રૂ.૧૨૫,૦૦૦ નો પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે પોતાની બીજી લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો, એ હતી ફ્લિપ ધ ક્વેશ્ચન. એ પછી રૂ.૨૫ લાખના પ્રશ્ન વખતે તેમણે પોતાની ત્રીજી લાઈફલાઈન વાપરી નાંખી હતી. જે હતી આસ્ક ધ એક્સપર્ટ.

પણ ત્યારે તેઓ રૂ.૫૦ લાખના પ્રશ્ન માટે રમી રહ્યા હતા ત્યારે સાચો જવાબ ખબર ન હોવાથી તેમણે ગેમ છોડી દીધી હતી. આ પ્રશ્ન હતો દેશનું સૌથી મોટું પતંગીયું કયું? જેના વિકલ્પો હતા સાઉથન બર્ડવિંગ, ગોલ્ડન બર્ડવિંગ, કોમન વિન્ડમિલ અને ગ્રેટ વિન્ડમિલ. સાચો જવાબ છે ગોલ્ડન બર્ડવિન્ડ. જોકે, આ પહેલા અમદાવાદના યુવાન અને ભાવનગર પાસે આવેલા સિંહોરના યુવાને સારી એવી રકમ જીતી હતી. ભાવનગરના યુવાનને સિલ્વર બ્રિક પણ ગિફ્ટ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *