તમે ઘણી બધી દુકાનમાં લીંબુ મરચા લટકતા જોયા હશે સામાન્ય રીતે લીંબુ મરચાના ચમત્કારી ઉપાય ઘણા બધા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા હોય છે કેટલાક ચમત્કારી ઉપાય કરવા માટે લીંબુ અને મરચાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે
ધનની દેવી માતા લક્ષ્મીની મોટી બહેન દરિદ્રા હતી તેમનું અસ્તિત્વ માતા લક્ષ્મીનું અપમાન કરનાર લોકોને કષ્ટ આપવાનું છે એટલા માટે દરિદ્રાના નામથી દરેક લોકો ડરતા હોય છે દરિદ્રાના પ્રકોપથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે
માતા લક્ષ્મીની મોટી બહેન દરિદ્રાને ખાટુ અને તીખું ભોજન ખૂબ પ્રીય છે તેની તલાશ માટે દરેક જગ્યાએ આવતી હોય છે તેટલા માટે દુકાન કે ઘરની બહાર લીંબુ મરચા લટકાવવામાં આવે છે જેનાથી દરિદ્રાની ઈચ્છા બહારથી જ પૂર્ણ થઈ જાય અને બહારથી પાછા જતાં રહે
લીંબુને હાથમાં પકડીને દુકાન કે ઓફિસની દીવાલે સ્પર્શ કરાવ્યું ત્યાર પછી લીંબુના ચાર ટુકડા કરીને તે ટુકડાને દરેક દિશામાં ફેકી દેવા આ ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે સાથે તમારી કિસ્મત પણ ચમકી ઉઠશે