દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણે કઈ નવા જૂની થાય તેની ખબર સોશિઅલ મીડિયા દ્વારા મળી રહેતી હોય છે. સોશિઅલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે દુનિયાના કોઈ તાજા સમાચાર હોય તે આપણને તરત મળી જાય છે. શહેરી તથા ગામડાના વિસ્તારોમાં શપિંગ માટે પણ ડિજિટલ પ્લેટફોર્મ નો ઉપયોગ થાય છે.
મોટાભાગની દરેક વ્યક્તિ સવારે ઉઠીને મોબાઈલ હાથમાં પકડે છે અને દરરોજની બનનારી ઘટનાઓ જોવે છે. રોજ અવનવી ઘટનાઓ પ્રકાશિત થતી હોય છે. અમુક ઘટનાઓ આપણી સમક્ષ એવી આવતી હોય છે કે તે જાણીને આપણે અચંબિત થઇ જતા હોય છે.
આવી જ એક ઘટનાનો વિડિઓ સોશિઅલ મીડિયા પર વાયરલ થયો છે તેમાં એક દુઃખદ ઘટના બનતી નજરે પડે છે. વીડિયોમાં એવું નજરે પડે છે કે ત્યાં કોઈ સારો પ્રસંગ ચાલી રહ્યો હોય અને ત્યાં હાજર સૌ કોઈ લોકો ખુબ ઉત્સાહિત હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં એક ભાઈ સરસ મજાનું ગાઈ રહ્યા છે.
તેવામાં ત્યાં એક દુર્ઘટના થાય છે. એક વ્યક્તિ ખુરશીમાં બેસીને ઢોલ વગાડતા હોય છે અને અચાનક જ તેઓ એક બાજુ ઢરી પડે છે અને આસપાસ ઉભા રહેલ લોકો ગાયન કલાકાર સહીત સૌ કોઈ તેમની પાસે દોડી આવે છે. ત્યાં જય ને જોવે છે તો તેઓ જીવ ઘુમાવી ચુક્યા હોય છે. આ વિડિઓ જોવા પછી લોકોના મોઢે એવી વાતો સંભારવા મળે છે કે હવે જીવન અને મૃત્યુ નું કોઈ ઠેકાણું જ નથી.